અમેરિકાઃ કોરનોા વાયરસથી હાલમાં સમગ્ર દુનિયાના દેશો પરેશાન છે. વિશ્વ હાલમાં વેક્સીનની આશા રાખીને બેઠું છે. કોરોનાની રસીને લઈને વિશ્વબરમાં સંશોધનો થઈ રહ્યા છે. અમેરિકામાં પણ એક ટ્રાયલ થયું છે પરંતુ મોટી આશા રેમડેસિવીર ડ્રગ્સથી જાગી છે. આ એન્ટી વાયરસ ડ્રગ જેનું ટ્રાયલ અમેરિકામાં સફળતા સાથે થયું છે. આ ડ્રગ્સ બાદ દર્દીમાં કોરોના વાયરસની વૃદ્ધિ અટકી ગઈ છે.


રસપ્રદ વાત એ છે કે ચીને રેમડેસિવીર ડ્રગ્સના ટ્રાલય બાદ રિજેક્ટ કરી દીધી હતી. હવે આજ ડ્રગ્સથી અમેરિકામાં આશા જાગી છે. બીજી બાજુ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી કોરોનાની રસી તરફ એક ડગલું આગળ વધી ગઈ છે. વિતેલા દિવસોમાં ઓક્સોર્ડની ટીમે માનવ પર કોરોના રસીનું ટ્રાયલ કર્યું હતું. તેના પરિણામ જૂન સુધી આવાવની આશા છે. ત્યારે વૈજ્ઞાનિકોએ દવા બનાવતી કંપની એસ્ટ્રો જેનિકા સાથે કરાર કર્યો છે.

ઓક્સફોર્ડ યૂનિવર્સિટી ઝડપથી કામ કરી રહી છે. જૂન-જુલાઈ સુધી અમે વેક્સીનની સફળતાનો પ્રથમ આઈડિયા મળી જશે. પ્રોડક્શન માટે હજુ થોડા મહિનાની જરૂરત છે.

કહેવાય છે કે, આ કરાર વિશ્વભર માટે એક મેસેજની જેમ છે કે ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએને પોતાનું ટ્રાલય સફળ થવાની પૂરી આશા છે. તમને જણાવીએ કે, વિશ્વભરમાં અંદાજે ડઝનથી પણ વધારે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. WHO અનુસાર આ વેક્સીનને બજારમાં આવતા 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે.