અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટ કરીને જણાવ્યું કે, જલ્દીજ મોર્ડનાની રસીનું વિતરણ શરુ કરવામાં આવશે. ટ્રંપે કહ્યું કે, યૂરોપ અને દુનિયાના અન્ય દેશો ખાસ કરીને જર્મની, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલી ચીનના વાયરસથી ખુબજ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. વેક્સીન પોતાના રસ્તા પર છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ફાઈઝર દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગ માટે તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે અને લોકોને રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. ઓછી સંખ્યામાં ઉપલબ્ધ આ રસી ખાસ કરીને સ્વાસ્થ્ય કર્મીઓને આપવામાં આવી રહી છે.
દુનિયામાં સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત દેશમાં અમેરિકા ટોચ પર છે. અમેરિકામાં અત્યાર સુધી 3,17,000 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. જ્યારે 17,618,757 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે.