ખરેખરમાં પોલીસ ડ્રગ્સ સ્ક્વૉડના મેમ્બર રવિવારે લાલ, સફેદ અને લીલા રંગના કપડાંની નીચે બ્લેક જેકેટ પહેરીને એક અંડરકવર વેનમાં પહોંચ્યા અને સંદિગ્ધ ડીલરને પકડવા માટે એક ઘરમાં ઘૂસી ગયા હતા.
લીમાના સાલ્વાડૉર જિલ્લામાં રેડના સમયે પોલીસના ફિલ્માવેલા ફૂટેજમાં એક સભ્ય કહી રહ્યો છે, અમે પોલીસ છીએ, અમે ગ્રીન સ્ક્વૉડ છીએ, આ એક ડ્રગ્સ વિરોધી ઓપરેશન છે.આ પછી તેને સંદિગ્ધને જમીન પર નીચે પાડી દીધો, અને તેને હાથકડી લગાવી દીધી. આવામાં ડ્રેસ-અપમા ડ્રગ્સ ડીલરોનો પકડવા માટે ખાસ રીતે દરોડા પાડવાની રણનીતિ પેરુ પોલીસની એક સામાન્ય રણનીતિ છે. આમાં તાજેતરમાં કેટલીક ખાસ સફળતાઓ મળી છે.
પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે, ધરપકડ કરાયેલા વ્યક્તિની એક સ્કૂલની પાસે તેના ઘરની બહાર ડ્રગ્સ વેચવાની વીડિયો ગ્રાફી કરવામાં આવી હતી. ઘરમાંથી પોલીસે સેંકડો નાની બેગોની સાથે એક મોટી બેગ મળી, જેમાં ડ્રગ્સ અને એક રિવૉલ્વર હતી.