જિનેવા: દુનિયાભરના દેશો કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યાં છે, તેની વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ચેતવણી આપતા કહ્યું કે, સંક્રમિતોની વધતી સંખ્યાના કારણે મોટાભાગના દેશોમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરની અછત હોવાની આશંકા સેવાઈ રહી છે.


વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ એડહનોમ ગબ્રીયસોસે પત્રકાર પરિષદમાં કહ્યું કે, “વધારે મામલાના કારણે અનેક દેશો હવે ઓક્સીજન કન્સન્ટ્રેટરની અછત સામે સંઘર્ષ કરી રહ્યાં છે, આ સમયે મશીનની માંગ હવે પુરવઠા કરતા વધારે થઈ ગઈ છે. તેમણે કહ્યું, દુનિયામાં લગભગ 94 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 4.80 લાખ લોકોની મોત થઈ ચૂકી છે. ”

ગબ્રીયસોસે કહ્યું કે, દર અઠવાડિયે દસ લાખ નવા લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. જેના કારણે પ્રતિદિવસ 88 હજાર મોટા ઓક્સિજન સિલિન્ડર અને 6.20 લાખ ક્યૂબિક મીટર ઓક્સીજનની જરૂરત પડી રહી છે. જલ્દીજ આ આંકડો કરોડથી પણ વધુ થઈ જશે.

અમે અત્યાર સુધી 14 હજાર ઑક્સિજન કન્સન્ટ્રેટર ખરીદી લીધા છે અને તેને કેટલાક અઠવાડીયામાં 120 દેશોમાં મોકલવાની યોજના છે. તેની સાથે આગામી છ મહિનામાં 10 કરોડ ડોલર કિંમના 1.70 કંન્સન્ટ્રેટર મળવાની સંભાવના છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ઇમરજન્સી ટીમના પ્રમુખ ડૉ. માઈક રિયાને કહ્યું કે, ઘણા લેટિન અમેરિકી દેશમાં મહામારી હજુ પણ ચરમસીમા પર છે અને અહીં મરનારાઓની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. અનેક દેશોમાં ગત સપ્તાહમાં 25 થી 50 ટકા મામા વધ્યા છે.