કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ટ્રૂડો બ્રિટેનના એક કાર્યક્રમમાંથી ભાગ લઈને પરત આવ્યા હતા. બ્રિટેનથી પરત ફર્યા બાદ ડોક્ટરોને તેણમે શરદી અને ઉધરસની ફરિયાદ કરી હતી. ડોક્ટરોએ તરત જ તેમનો ટેસ્ટ કર્યો. રિપોર્ટ આવ્યા બાદ સોફીને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેઓ પ્રધાનમંત્રી જસ્ટિનથી અલગ રહી રહ્યા છે. જોકે પીએમ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમના પત્નીના લક્ષણ ખૂબ જ હલ્કા છે.
જ્યારે પીએમ જસ્ટિન ટ્રૂડોનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. તેમ છતાં તે ઓફિસ જવાથી બચી રહ્યા છે. પીએમ જસ્ટિન પોતાના ઘરેથી જ જરૂરી કામ કરશે. પીએમનો રિપોર્ટ સામે આવ્યા બાદ તેઓ પહેલાની જેમ જ સ્વસ્થ છે. રોજીંદા કાર્ય પણ કરી રહ્યા છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને પણ કોરોના પોઝિટિવ
કોરોના પોઝિટિવ થયેલ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી બ્રિટેન ગઈ હતી. તમને જણાવીએ કે, બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી નદીન ડોરિસને પણ કોરોના પોઝિટિવ છે. તે હાલમાં સારવાર હેઠળ છે. તમને જણાવીએ કે, કેનેડામાં 142 કેસ સામે આવી ચૂક્યા છે અને 1નું મોત થયું છે.