ગુરુવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મહેમાન આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વરાડકારનું સ્વાગત નમસ્તે કહીને કર્યું.
નમસ્તે કરી રહ્યા છે ટ્રમ્પ
વોશિંગ્ટનમાં મીડિયાની સામે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસના ખતરાને જોતા એ જરૂરી છે. ઓવલ ઓફિસમાં પત્રકારોએ ટ્રમ્પને જ્યારે પૂછ્યું કે તેમણે પોતાના મહેમાનનું સ્વાગત કેવી રીતે કર્યું તો તેમણે કહ્યું, “આજે અમે હાથ ન મિલાવ્યા, અમે એક બીજા સામે જોયું અને કહ્યું કે હવે આપણે શું કરીશું. તમે જાણો છો તેનાથી થોડું અજીબ અનુભવ થાય છે.”
જ્યારે એક અન્ય પત્રકારે પૂછ્યું કે શું તેણે હાથ મિલાવ્યા, ત્યારે ભારતીય મૂળના વરાડકરે હાથ જોડીને નમસ્તે કર્યું અને પત્રકારોને બતાવ્યું કે તેમણે કેવી રીતે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું. ટ્રમ્પે પણ હાથ જોડીને નમસ્તે કર્યું.
ટ્રમ્પે બીજી વખત નમસ્તેની મુદ્રામાં પત્રકારોને કહ્યું, ‘હું હાલમાં જ ભારતથી પરત ફર્યો અને ત્યાં મેં કોઈ સાથે હાથ ન મિલાવ્યા અને આ સરળ હતું કારણ કે ત્યાં આવી જ રીતે અભિવાદન કરવામાં આવે છે.”
ટ્રમ્પે અભિવાદનની જાપાની રીત પણ દેખાડી. તેમણે કહ્યું કે તેઓ (ભારત અને જાપાન) માથુ ઝૂકાવે છે. તમણે ટિપ્પણી કરી કે ઝૂકવું અને નમસ્તે કહેવાથી તેમને શાનદાર અનુભવ થાય છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે એ ખૂબ જ અજીબ લાગે છે જ્યારે લોકો તમારી સામેથી પસાર થાય છે અને ‘હાય’ કહે છે.
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોના સંચાર પ્રમુખ સાથે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઇ હતી. બાદમાં જાણવા મળ્યું કે તેઓ કોરોના સંક્રમિત હતા. જો કે વહાઇટ હાઉસની તરફથી કહેવાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવાની જરૂર નથી.