નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાએ કોહરામ મચાવી દીધો છે. આખી દુનિયા હાલના સમયે કોરોના સામે જંગ લડી રહી છે. સંક્રમિતોની સાથે સાથે મરનારાઓની સંખ્યામાં પણ ઝડપથી વધી રહી છે. રિપોર્ટ છે કે, દુનિયામાં છેલ્લા 24 કલાકમાં સાત હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
તાજા રિપોર્ટ પ્રમાણે ખુલાસો થયો છે કે, દુનિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને અન્ય દેશોમાં મરનારાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે.
દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કુલ 2,082,372 પહોંચી ગઇ છે, જ્યારે આ વાયરસથી અત્યાર સુધી કુલ 134,560 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ખાસ વાત છે કે છેલ્લા 24 કલાકમાં આમાંથી 7 હજાર લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે, જે રેકોર્ડ છે. જો નવા કેસોની વાત કરીએ તો દુનિયાભરમાં લગભગ 83 હજાર નવા કેસો નોંધાયા છે.
કોરોના વાયરસની સૌથી વધુ અસર હાલ અમેરિકા પર પડી છે, આ વાયરસના કારણે અહીં 6 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, વળી, 28 હજાર વધારે લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં ન્યૂયોર્કની સ્થિતિ સૌથી ખરાબ છે.
દુનિયાભરમાં કોરોનાનો કોહરામ, વાયરસે 24 કલાકમાં 7 હજારથી વધુ લોકોના જીવ લીધા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2020 10:06 AM (IST)
તાજા રિપોર્ટ પ્રમાણે ખુલાસો થયો છે કે, દુનિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને અન્ય દેશોમાં મરનારાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -