અધિકારીઓના જણાવ્યા મુજબ, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે પાકિસ્તાન ઉપરાંત મલેશિયા અને તુર્કીએ પણ ભારતનો સંપર્ક કર્યો છે. આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી હાઈડ્રોક્સીક્લોરોકવીન દવાનું ભારત સૌથી મોટું નિર્માતા છે. વિશ્વમાં આ દવાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 70 ટકા છે. આ દવા કોરોના વાયરસના સંક્રમણની સારવારમાં અકસીર માનવામાં આવે છે. ભારતની હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દર મહિને ઉત્પાદન ક્ષમતા 40 ટન છે. જે 200-200 એમજીની આશરે 20 કરોડ ટેબલેટ બરાબર છે.
દુનિયાના આ 15 દેશો કોરોનાના કેરથી બચ્યા, કોરોનાવાયરસનો એક પણ કેસ નહીં
પાકિસ્તાનમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં 5988 મામલા સામે આવી ચુક્યા છે. જ્યારે 107 લોકોના મોત થયા છે અને 1446 લોકો સ્વસ્થ થયા છે.