દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. વિશ્વભરમાં આ ધાતક વાયરસથી 26.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. રવિવારે વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 11,94,87,107 થઈ છે. જ્યારે 7.6 કરોડથી વધુ લોકો રિકવર થયા છે. વિશ્વમાં કોરોના સંક્રમણ મામલે અમેરિકા પ્રથમ, ભારત બીજા અને બ્રાઝીલ ત્રીજા નંબર પર રહ્યું છે. બ્રાઝીલમાં 30 હજાર નવા કેસ આવ્યા બાદ શનિવારે બીજા સ્થાન પર પહોંચી ગયું છે અને ભારત ત્રીજા સ્થાન પર છે.


ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનમાં અત્યાર સુધી 345 મિલિયન ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. રસીકરણ અભિયાનમાં ઉત્તરીય અમેરિકા અને યૂરોપના દક્ષિણ એશિયા અને આફ્રિકન દેશો આગળ છે. ટૉપ-10 સંક્રમિત દેશોમાં આ દેશો સામેલ છે. 



જાણો દુનિયામાં ટૉપ-10 કોરોના વાયરસથી સંક્રમિત દેશો.....



અમેરિકા -2,93,99,832



બ્રાઝિલ -1,14,39,558



ભારત-1,13,33,728



રશિયા - 43,31,396



યુકે -42,67,015



ફ્રાન્સ -41,05,527



ઇટલી -32,01,838



સ્પેન – 31,83,704



તુર્કી -28,66,012



જર્મની -25, 69,864



ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યુ છે, દેશ માર્ચ સુધી દેશમાં 2 કરોડ 97 લાખ 409 લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. પરંતુ આ હજુ પણ દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. અઢી મહિના બાદ  ભારતમાં ફરી એકવાર 25 હજારથી વધુ કોરોનાના નવા દર્દીઓ એક જ દિવસમાં સામે આવ્યા છે. નોંધનીય છે કે ભારતમાં સ્વાસ્થ્યકર્મીઓ, જવાનો, ઉંમરલાયકો અને સરકારી કર્મચારીઓ વેક્સિનેશન કરાવી ચૂક્યા છે. પીએમ મોદી અને અન્ય નેતાઓએ કોરોનાની રસી લઇને દેશના લોકોને રસીકરણ અભિયાનને સફળ બનાવવા આહવાન પણ કર્યુ છે.