કોરોના સંક્રમતિ મામલે સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કુલ 1 લાખ 12 હજાર 096 મોત થયા છે, જ્યારે સંક્રમણના સર્વાધિક 19 લાખ 88 હજાર 544 કેસ નોંધાય છે. કોવિડ-19 સંક્રમણના 6 લાખ 75 હજાર 830 કેસ સાથે બ્રાઝીલ બીજા નંબરે છે, જ્યારે રશિયા 4 લાખ 58 હજાર 689 કેસ સાથે ત્રીજા નંબરે છે.
કોરોના વાયરસે દુનિયાભરના 213 દેશોમાં પગ પેસારો કર્યો છે. 76 ટકા કોરોનાના કેસ માત્ર 14 દેશોમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 52 લાખથી વધુ છે.
- અમેરિકા કેસ-1,988, 544 મૃત્યુઆંક- 112,096
- બ્રાઝીલ કેસ- 675,830 મૃત્યુઆંક-36,026
- રશિયા કેસ-458,689 મૃત્યુઆંક-5,725
- સ્પેન કેસ-288,390 મૃત્યુઆંક-27,135
- યૂકે કેસ-284,868 મૃત્યુઆંક-40,465
- ભારત કેસ-2,46,628 મૃત્યુઆંક- 6929
- ઈટાલી કેસ- 234,801 મૃત્યુઆંક -33,846
- પેરુ કેસ 191,758 મૃત્યુઆંક- 5301
- જર્મની કેસ 185,696 મૃત્યુઆંક - 8769
- ટર્કી કેસ 169,425 મૃત્યુઆંક - 8209
14 દેશમાં એક લાખથી વધુ કેસ
બ્રાઝીલ, રશિયા, સ્પેન, ઈટાલી, ભારતમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી ગઈ છે. તે સિવાય સાત એવા દેશ જ્યાં એક લાખથી વધુ કોરોના કેસ છે. અમેરિકા, સહિત 14 દેશોમાં કુલ 52 લાખ કેસ છે. 6 દેશ અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, બ્રિટન, બ્રાઝીલ, એવા દેશ છે, જ્યાં 25 હજારથી વધુ લોકોના મોત થયા છે.