નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણના મામલા સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેની કોઈ દવા સામે આવી નથી. વિશ્વના અનેક દેશોમાં વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. હવે થાઈલેન્ડમાં બની રહેલી વેક્સીનના માનવીય પરીક્ષણની તૈયારી થઈ રહી છે. જાણકારી મુજબ નવેમ્બરમાં તેના પરીક્ષણની યોજના બનાવવામાં આવી રહી છે અને આ માટે 10 હજાર ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે.


બેંગકોકની Chulalongkorn યૂનિવર્સિટીમાં આ વેક્સીનને તૈયાર કરવામાં આવી રહી છે. વેક્સીન ડેવલપમેન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર કિએટ રક્સરંગથમે રવિવારે કહ્યું કે, પ્રાણીઓ પર તેનું પરીક્ષણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે અને ઘણા ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. આગામી તબક્કો માનવીય પરીક્ષણ માટે ડોઝ તૈયાર કરવાનો છે. અમારી ટીમ જૂનમાં આ કામ કરવાની હતી પરંતુ આટલા ઓછા સમયમાં બધું કરી શક્વું શક્ય નહોતું.

તેમણે જણાવ્યું કે, સેન ડિએગો તથા વેંકૂવરમાં 10 હજાર ડોઝનું ઉત્પાદન થશે અને 5000 લોકો પર પ્રયોગ કરવામાં આવશે. એટલું જ નહીં થાઇલેન્ડની કંપની બાયોનેટ-એશિયા તેની ફેક્ટરીમાં મોટા પાયે ઉત્પાદનની તૈયારી કરી રહી છે.

ભારતમાં પણ ICMR અને ભારત બાયોટેક મળીને કોવેક્સીન નામની વેક્સીન તૈયાર કરી રહ્યા છે. જેનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે.

બચ્ચન પરિવારમાંથી માત્ર કોણ નથી થયું કોરોના સંક્રમિત, જાણો વિગત

DRSને લઈ સચિને ICCને કર્યુ સૂચન, કહ્યું- જો બોલ સ્ટંપ પર લાગે તો આઉટ આપવો જોઈએ