વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં રવિવારે સવાર સુધી કુલ 47 લાખ 17 હજાર 77 લોકો કૉવિડ-19 સંક્રમણથી સંક્રમિત થયા છે, જેમાં મરનારાઓની સંખ્યા ત્રણ લાખ બાર હજાર 384 પહોંચી છે. સારી વાત એ છે કે દુનિયામાં 1,810,099 લોકો સંક્રમણથી મુક્ત થયા છે.
દુનિયામાં કુલ કેસોમાંથી લગભગ એક તૃત્યાંશ કેસો માત્ર અમેરિકામાંથી જ નોંધાયા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ ત્યાંજ થઇ છે.
અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે, ત્યાં 34,466 લોકોના મોત સાથે કુલ 240,161 લોકો વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જોકે યુકેમાં દર્દીઓની સંખ્યા સ્પેન અને રશિયાથી ઓછી છે, આ બાદ ઇટાલી, ફ્રાન્સ, જર્મની, તુર્કી, ઇરાન, ચીન, બ્રાઝિલ, કેનેડા જેવા દેશો સૌથી વધુ પ્રભાવિત છે.
સ્પેન, રશિયા, ઇટાલી, યુકે, બ્રાઝિલમાં કોરોનાના કેસોની સંખ્યા બે લાખને પાર પહોંચી ગઇ છે. આ ઉપરાંત ચાર દેશ એવા છે, જ્યાં એક લાખથી વધુ કોરોનાના કેસો નોંધાઇ ચૂક્યા છે. અમેરિકા ઉપરાંત રશિયા અને બ્રાઝિલામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે.