મોસ્કોઃ રશિયા કોવીડ-19 રસીને મંજૂરી આપનાર પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. રશિયાના નાયાબ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગે ગ્રિડનેવે કહ્યું કે, દેશ 12 ઓગસ્ટના રોજ કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલ પ્રથમ રસીને રજિસ્ટર કરશે. આ રસી મોસ્કો સ્થિતિ ગમલેયા ઇન્સ્ટિટ્યૂટ અને રશિયા રક્ષા મંત્રાલયે સંયુક્ત રીતે મળીને બનાવી છે. ખાસ વાત એ છે કે આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ ચાલુ છે.


રશિયા સરકારે દાવો કર્યો છે કે, Gam-Covid-Vac Lyo નામની આ રસી 12 ઓગસ્ટના રોજ રજિસ્ટર થઈ જશે, સપ્ટેમ્બરમાં તેનું માસ-પ્રોડક્શન શરૂ થશે અને ઓક્ટોબરથી દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે.

રસી લાવવાની ઉતાવળમાં છે રશિયા

વિશ્વના વૈજ્ઞાનિકોને ચિંતા છે કે ક્યાંક પ્રથમ આવવાની હોડમાં કંઈક ઉંધું ન થાય. રશિયાના દાવાને સમર્થન આપનાર હજુ સીધી એક પણ વૈજ્ઞાનિક પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. મોસ્કો સ્પૂતનિક (ધરતીનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ)ની જેમ જ પ્રચારિત જીત મેળવવાનું વિચારી રહ્યું છે જે વિશ્વના પ્રથમ ઉપગ્રહણના 1957માં સોવિયત સંઘના પ્રક્ષેપણની યાદ અપાવે.

બીજી બાજુ રશિયાનૈ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસી ટૂંકમાં જ તૈયાર કરી લેવામાં આવી, કારણ કે આ પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ દૃષ્ટિકોણ અનેક અન્ય દેશો અને કંપનીઓનો છે. રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયા સૈનિકોએ હ્યૂમન ટ્રાયલમાં વોલન્ટિયર્સ તરીકે કામ કર્યું છે. દાવો છે કે પ્રોજેક્ટના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગ ખુદે આ રસી લીધી છે.