Covid-19 US Report: અમેરિકામાં ફરી એકવાર કોરોના મહામારીએ જોર પકડ્યું છે. છેલ્લા બે વર્ષમાં દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના વેસ્ટવૉટર ડેશબૉર્ડે આ વાતની પુષ્ટિ કરી છે.
CDCએ કહ્યું કે હાલમાં અમેરિકામાં કોરોના મહામારીની મોટી લહેર ચાલી રહી છે. લોકોના ઘરમાંથી નીકળતા ગટરના પાણી પરથી આ વાત બહાર આવી છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં ગટરના પાણીમાં સૌથી વધુ વાયરલ એક્ટિવિટી જોવા મળી છે. સીડીસીએ જણાવ્યું હતું કે 10 ઓગસ્ટના રોજ લેવામાં આવેલા નમૂનામાં, વાયરલ પ્રવૃત્તિ 8.82 પર પહોંચી ગઈ છે, જે જુલાઈ 2022 ના 9.56 કરતા થોડી ઓછી છે. હાલમાં, અમેરિકામાં કોરોનાનું સ્તર શોધવા માટે ગટરનું પાણી એકમાત્ર રસ્તો છે.
સીડીસીએ કહ્યું કે કૉવિડનું સ્તર વધુ વધી શકે છે. મે મહિનામાં કૉવિડના વધારા દરમિયાન અમેરિકાની અંદર વાયરલ પ્રવૃત્તિ 1.36 હતી. સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. જોનાથન યોડેરે એક ઈમેલમાં જણાવ્યું હતું કે, 'હાલમાં, રાષ્ટ્રીય સ્તરે કૉવિડ-19 ગંદાપાણીની વાયરલ પ્રવૃત્તિનું સ્તર ખૂબ ઊંચું છે, જેમાં પશ્ચિમ યુએસ ક્ષેત્ર અગ્રેસર છે.' તેમણે કહ્યું કે પાછલા વર્ષોની સરખામણીમાં આ વખતે કોરોના વેવ વહેલો આવી રહ્યો છે, જ્યારે અગાઉના વર્ષોમાં આ પ્રવૃત્તિ ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરના અંતમાં વધી જતી હતી.
અમેરિકામાં ચાર ગણા વધ્યા કૉવિડ કેસો
સીડીસીએ કહ્યું કે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા અને મૃત્યુ દર પણ સતત વધી રહ્યો છે. હાલમાં, તે હજી ચિંતાજનક સ્તરે પહોંચ્યું નથી. CDC અનુસાર, એક લાખની વસ્તીમાં, જુલાઈ મહિના સુધી, 4 કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મે મહિનામાં એક લાખની વસ્તીમાંથી માત્ર એક દર્દી હૉસ્પિટલમાં દાખલ થયો હતો, ત્યારે જુલાઈ સુધીમાં આ આંકડો ચાર ગણો વધી ગયો છે. બીજી તરફ મોટી વસ્તી એવી છે જે ઘરમાં રહીને કોરોનાની સારવાર કરી રહી છે.
અમેરિકામાં વૈજ્ઞાનિકો ચિંતિત
અમેરિકામાં કોરોના દર્દીઓ પર નજર રાખવા માટે આરોગ્ય વિભાગ હવે પહેલાની જેમ ટેસ્ટ નહીં કરે. અમેરિકામાં હવે રોજના ટેસ્ટિંગને બદલે ગટરના પાણીમાંથી કોરોના મળી આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે અમેરિકામાં કોરોનાના ત્રણ પ્રકાર સક્રિય છે. કોરોનાના બદલાતા સ્વરૂપને કારણે લોકોમાં એન્ટિ-બોડી નથી બની રહી, જે ચિંતાનો વિષય છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.