અત્યાર સુધીમાં જે કોરોનાની રસી આપવામાં આવી છે તેમાં અમેરિકા સૌથી આગળ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એક કરોડ 8 લાખ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. ચીન પણ રસી આપવામાં પાછળ નથી. ચીનમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
ત્યાર બાદ બ્રિટેનનો નંબર આવે છે. બ્રિટેન પહેલો દેશ છે જ્યાં કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી. જો કે બ્રિટેન કોરોના વેક્સીનેશનમાં અમેરિકાથી પાછળ છે. બ્રિટેનમાં અત્યાર સુધી 30 લાખ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
તો ઈઝરાયલમાં 20 લાખ, UAEમાં 14 લાખ, ઈટલીમાં 8 લાખ 85 હજાર, રશિયામાં 8 લાખ, જર્મનીમાં 7 લાખ 58 હજાર, સ્પેનમાં 5 લાખ 81 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યા. તો કેનેડામાં 4 લાખ 19 હજાર, ફ્રાંસમાં 2 લાખ 47 હજાર, મેક્સિકોમાં એક લાખ 92 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યા.