વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાનો પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પસાર થઈ ગયો છે. જેની સાથે તેઓ અમેરિકાના ઈતિહાસમાં બે વખત મહાભિયોગ ચાલનારા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. મહાભિયોગ પ્રસ્તાવ દરમિયાન પક્ષમાં 232 અને વિપક્ષમાં 197 વોટ પડ્યા હતા. 10 રિપબ્લિક સાંસદોએ પણ મહાભિયોગના પક્ષમાં વોટ આપ્યો હતો. હવે 19 જાન્યુઆરી સેનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવશે.

આ મહાભિયોગ પ્રસ્તાવમાં ટ્રમ્પ પર 6 જાન્યુઆરીએ રાજદ્રોહ માટે ભીડને ઉશ્કેરવાનો આરોપ લગાવાયો છે. સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ કરાવવા માટે બે તૃતીયાંશ સભ્યોના મતોની જરૂરિયાત છે. જો સેનેટમાં પ્રસ્તાવ પાસ થશે ટ્રમ્પે સમય પહેલા રાષ્ટ્રપતિ પદ છોડવું પડશે.



ડોનાલ્ડ ટ્રમ્પ સામે બીજી વખત મહાભિયોગ ચલાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પ્રતિનિધિ સભાએ 18 ડિસેમ્બર 2019માં ટ્રમ્પ સામે મહાભિયોગ પાસ કર્યો હતો. પરંતુ રિબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળા સેનેટે ફેબ્રુઆરી 2020માં તેને આરોપ મુક્ત કરી દીધા હતા. વ્હાઇટ હાઉસે મહાભિયોગ પ્રસ્તાવને અમેરિકાના ઇતિહાસની સૌથી શરમજનક રાજકીય ઘટના પૈકીની એક ગણાવી છે.



અમદાવાદઃ જુના વાડજમાં યુવકના ગળામાં ઉત્તરાયણના દિવસે સવારમાં ગળામાં ફસાઇ ગઇ દોરીને.......

રાશિફળ 14 જાન્યુઆરીઃ આજે સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ