Covid Virus Spread : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે, લોકો કોરોના વાયરસના કારણે ઝોમ્બી ચેપનો શિકાર બની શકે છે. ઝોમ્બી ઇન્ફેક્શન એ એક એવો શબ્દ છે જેમાં તંદુરસ્ત વ્યક્તિને રોગના સંપર્કમાં આવવાથી ચેપ લાગે છે. ત્યાર બાદ સ્વસ્થ વ્યક્તિ અન્ય લોકોને ચેપ લગાડે છે. કોરોના વાયરસનો ચેપ પણ આ રીતે જ ફેલાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ દર્દીઓમાં તેમના મૃત્યુ બાદ પણ સક્રિય રહી શકે છે અને અન્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે.


મૃતદેહોના સંપર્કમાં આવતા લોકો માટે જોખમ


આ અભ્યાસ મુજબ જે લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા તેમના મૃતદેહોના સંપર્કમાં આવનારા લોકોને આ રોગનો ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ હોય છે. જેમાં પેથોલોજિસ્ટ, તબીબી પરીક્ષકો અને આરોગ્ય સંભાળ કાર્યકરો અથવા હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ જેવી સંસ્થાઓમાં કામ કરતા કોઈપણનો સમાવેશ થાય છે. જો કે, આ ચેપ ફેલાવવાનું મુખ્ય કારણ નથી. તેમ છતાં આરોગ્ય નિષ્ણાતો કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાવચેત રહેવાની ચેતવણી આપી રહ્યા છે.


કોવિડથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોથી દૂર રહેવાની સલાહ


જાપાનની ચિબા યુનિવર્સિટીના સંશોધક હિસાકો સૈટોહે જણાવ્યું હતું કે, કેટલાક દેશોમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોને ધ્યાન રાખ્યા વિના છોડી દેવામાં આવે છે અથવા તેમના મૃતદેહોને ઘરે પરત લઈ જવામાં આવે છે. આ બંને ખતરનાક પદ્ધતિઓ સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં મને લાગે છે કે, તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મૃત વ્યક્તિના શરીરમાંથી કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ જીવિત ચેપગ્રસ્ત વ્યક્તિ જેટલું જ છે. સૈતોહે તાજેતરમાં આ રોગ પર બે સ્ટડી પ્રકાશિત કરી છે.


જાપાનમાં નિયમોમાં છૂટછાટને કારણે કોરોના ફેલાયો


જુલાઈ 2020માં જાપાન સરકારે શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આગ્રહ કર્યો હતો કે, તેઓ મૃતદેહોથી દૂર રહે, તેમને સ્પર્શ કરવાથી દૂર રહે. જો શક્ય હોય તો તેમને જોવાનું પણ ટાળો. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ટ્રાન્સફર ન કરી શકાય તેવી બેગમાં સીલ કરવા અને 24 કલાકની અંદર શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કાર કરવા પણ સૂચવવામાં આવ્યું હતું. મે 2022માં આ નિયંત્રણો ઘટાડવામાં આવ્યા હતા અને નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના સંબંધીઓ સંક્રમણ  યંત્રિત હોસ્પિટલના એક રૂમમાં મૃતદેહ જોઈ શકતા હતા.