ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારી મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOને કહ્યું કે, તે ચીન પર વધારે પડતુ ધ્યાન ના આપે, નહીં તો ફન્ડિંગ રોકવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અમેરિકા તરફથી મોટા પ્રમાણમાં ફન્ડિંગ મળે છે, મે ચીન માટે યાત્રા પર બેન લગાવ્યુ તો મારી સાથે અસહમત હતા, અને તેમને WHOએ મારી નિંદા કરી હતી. તે લોકો કેટલીય વસ્તુઓમાં ખોટા હતા. એવુ લાગી રહ્યું છે કે તે ચીન પર વધારે ધ્યાન આપી રહ્યાં છે. અમે WHOના ફન્ડિંગ પર રોક લગાવવા જઇ રહ્યાં છીએ.
ખાસ વાત છે કે, WHOને અમેરિકા તરફથી સૌથી વધુ ફન્ડિંગ મળે છે. ટ્રમ્પે કહ્યું કે હાલ 'અમેરિકા પહલે' નો નારો લગાવાશે.