NRG News: વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ઠાસરા તાલુકામાં આવેલા સાંઢેલી ગામના 24 વર્ષે કુંતજ પટેલની યુગાન્ડામાં હત્યા કરવામાં આવી છે. ચાર વર્ષ પહેલા કુંતજ ના લગ્ન થયા હતા. લગ્ન બાદ કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાઈ થયા હતા. કુંતજ તેની માસીના ગ્રોસરી સ્ટોર પર સેલ્સમેન તરીકે કામ કરતો હતો.
ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો
આરોપી સ્ટોરની બહાર કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. ધરપકડ થતાં જ ચોંકાવનારો ખુલાસો થયો હતો. હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ અકબંધ છે.
લાભપાંચમના શુભદિવસથી માર્કેટયાર્ડમાં હરાજીનો થયો પ્રારંભ, જાણો કપાસ અને મગફળીનો કેટલો બોલાયો ભાવ
લાભપાંચમથી સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ ફરીથી ધમધમતા થયા છે અને હરાજીનો પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા માર્કેટયાર્ડ ખાતે આજથી હરાજીનો પ્રારંભ થયો છે. તળાજા માર્કેટયાર્ડમાં 5 હજાર ગુણી મગફળી અને 3500 મણ કપાસની આવક થઈ છે. મહુવા માર્કેટયાર્ડમાં 22 હજાર ગુણી મગફળી અને 3 હજાર મણ કપાસની આવક થઈ છે.
ખેડૂતોને કપાસના 1600 થી 1700 અને મગફળીમાં 1150 થી 1350 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી રહી છે. મગફળીના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં 31 ઓકટો. સોમવારથી રાબેતા મુજબ હરાજીનું કાર્ય શરૂ થશે..
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ છે. લાભપાંચમના દિવસે વિવિધ જણસીની આવક થવા પામી છે. મગફળી,લસણ,સોયાબીન,ડુંગળી,કપાસ સહિતની જણસીની આવક નોંધાઈ છે. મગફળીની અંદાજે 1 લાખ ગુણીની આવક નોંધાઈ છે. 20 કિલોના ભાવ 1000 થી 1381 સુધીના બોલાયા છે. કપાસની 20 હજાર ભારીની આવક નોંધાઈ છે. કપાસના 20 કિલોના ભાવ 1200 થી 1681 સુધીના ભાવ બોલાયા હતા. લસણની 20 હજાર ગુણીની આવક નોંધાઈ છે, લસણના 20 કિલોના ભાવ 100 થી 350 સુધીના ભાવ બોલાયા હતા. ડુંગળીની 10 હજાર કટ્ટા ની આવક નોંધાઈ છે, 20 કિલોનો ભાવ 150 થી 475 સુધીનો બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે.
આ પણ વાંચોઃ
Xiaomi: ભારતમાં MI Pay અને Mi Credit ફાયનાન્સિયલ સર્વિસ થઈ બંધ, જાણો તમારા પર શું થશે અસર