બીજિંગ: ચીને દલાઈ લામાના અરૂણાચલ પ્રદેશના પ્રવાસથી ગુસ્સામાં છે. ચીને કહ્યું તિબેટ ધર્મગુરૂને આમંત્રણ સીમા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતામાં ક્ષતિ પહોંચાડશે સાથે ભારત સાથેના સંબંધોને લઈને પણ નુકશાનકારક હશે.


ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગએ કહ્યું ચીન અને ભારત વચ્ચે વિવાદિત ક્ષેત્રોમાં કોઈપણ ગતિવિધીમાં સામેલ કરવા માટે દલાઈ લામાને આમંત્રણ આપવું સીમા ક્ષેત્રણાં શાંતિ અને સ્થિરતા તથા ભારત અને ચીન વચ્ચે દ્ર્વિપક્ષિય સંબંધો માટે નુકશાનકારક હશે.
તેમની આ ટીપ્પણા દલાઈ લામાના અરૂણાચલ પ્રદેશના પ્રવાસને લઈને આવી છે. રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુના આમંત્રણ પર આગામી વર્ષે તે પ્રદેશમાં પ્રવાસ કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના આ પ્રવાસને કેંદ્ર સરકારે મંજુરી આપી છે.

અરૂણાચલ પ્રદેશને ચીન દક્ષિણી તિબેટનો હિસ્સો બતાવે છે અને અહિંયા દલાઈ લામા સહિત ભારતીય નેતાઓ અને વિદેશી અધિકારીઓ પર નિયમિત રીતે વિરોધ વ્યક્ત કરે છે. આ પહેલા 22 ઓક્ટોબરે અમેરિકી રાજદૂત રિર્ચડે વિવાદિત ક્ષેત્રનો પ્રવાસ કર્યો હતો.