વોશિંગટન: એક અમેરિકી થીંક ટેંકનું કહેવું છે કે ભારતની ખરીદવાની ક્ષમતા અને પ્રભાવ વધી રહ્યો છે. એવામાં હાઈટેક રક્ષા સામગ્રીની ખરીદીના સંબંધે પાકિસ્તાન પર દુનિયામાં અલગ-થલગ થવાનો ખતરો ઉભો થઈ રહ્યો છે.

સ્ટિમ્સન સેંટરને એક રિર્પોટમાં કહ્યું પાકિસ્તાન લાંબી અવધિમાં વૈશ્ર્વિક બજારમાં સૌથી આધુનિક હથિયારોની પ્રણાલી સુધી પહોંચવા માટે સક્ષમ નહી રહે. તેમની પાસે ચીન અને રશિયાની સૈન્ય પ્રણાલી પર નિર્ભર રહેવા સિવાય કોઈ વિકલ્પ નહી હોય.જે પાકની રક્ષા જરૂરિયાતો મુજબ ઉચિત પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે છે.

અમેરિકી સૈન્ય સહાયતા વર્ષ 2002થી લઈને 2015 વચ્ચે પાકિસ્તાન રક્ષા ખર્ચ 21 ટકા હતો, જેની મદદથી પાકે પોતાના બજેટ તેમજ સમગ્ર અર્થવ્યવસ્થા પર ભાર ઓછા કરી પોતાની સૈન્ય ખરીદારી ઉપર ઉચ્ચ સ્તર બનાવી રાખ્યું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સાથે દ્વવિપક્ષીય સંબંધો માટે વોશિંગટનંમાં સહયોગમાં ઉણપ જોવા મળી છે. કારણ કે પાકિસ્તાન અફધાનિસ્તાન અને ભારતમાં ધ્યાન કેંદ્રીત કરવાવાળા હિંસક સમૂહો સંબંધી ચિંતાઓથી નિરાકરણ લાવવા માટે અનિચ્છુક પ્રતિત થાય છે.

રિપોર્ટેમાં કહેવામાં આવ્યુ છે કે ભારત વૈશ્ર્વિક રક્ષા કંપનિઓ માટે આકર્ષક બજાર છે. ભારત હથિયારોનું વિશ્ર્વમાં મોટું આયાત કરનાર બન્યું છે. જેમાં 2011થી  લઈને 2015માં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે