કરાચીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની હૉટ ગર્લફ્રેન્ડ મહવિશ હયાતનું હવે પાકિસ્તાનના ટોચના યુવાન નેતા સાથે ચક્કર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. 37 વર્ષની મહવિશ હયાત પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ છે અને તેનું પોતાનાથી પાંચ વર્ષ નાના યુવા રાજકારણી બિલાવલ ભુટ્ટો સાથે અફેર હોવાની ચર્ચા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ચેરમેન બિલાવટ ભુટ્ટો પાકિસ્તાનનાં વડાપ્રધાન રહી ચૂકેલાં બેનઝીર ભુટ્ટોનો પુત્ર છે. તેના પિતા આસિફ અલી ઝરદારી પણ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ છે. બિલાવલ અને મહવિશના ગરમાગરમ રોમાંસના સમાચારો પાકિસ્તાનમાં ચાલી રહ્યા છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મહવિશે આડકતરી રીતે બિલાવલ સાથેના સંબધોની કબૂલાત કરી હતી. હયાતને તેના જીવનસાથી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં મહવિશે બિલાવલનું વર્ણન કર્યું હતું.



મહવિશ હયાતે કહ્યું કે તેમને વધુ હાઇટવાળા છોકરા પસંદ છે અને તેના માટે છોકરાનો રંગ કંઇ અગત્યનો નથી. એન્કરે હયાતને પૂછયું કે, તે એવી વ્યક્તિની વાત કરી રહ્યા છે જે તાજેતરમાં પાકિસ્તાની રાષ્ટ્રીય એસેમ્લીના સભ્ય બન્યા હતા? મહવિશે સામો સવાલ કર્યો કે, તમે બિલાવલની વાત કરી રહ્યા છો? બિલાવલની વાત જ નહોતી નિકળી છતાં મેહવિશે તેનો ઉલ્લેખ કરતાં બંને વચ્ચે સંબંધો હોવાની ચર્ચા છે.



યોગી સરકારે પણ ઘટાડ્યા RT-PCR ટેસ્ટના ભાવ, હવે ચુકવવા પડશે માત્ર આટલા રૂપિયા

Corona Vaccine: સરકારે કહ્યું- સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નથી, ICMR એ કહ્યું- અમારો હેતુ ટ્રાન્સમિશન તોડવાનો

મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત