અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં ગુરુવારે ફાયરિંગની ઘટના બની હતી. મેક્સિકો સિટી હોલમા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું જેમાં મેયર સહિત 10 લોકોના મોત થયા હતા.






એક રિપોર્ટ અનુસાર, બુધવારે બપોરે અચાનક હુમલાખોર ગુરેરો રાજ્યના સેન મિગુએલ તોતોલાપનના સિટી હોલમાં પહોંચી ગયો અને લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો. ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોમાં મેયર કોનરાડો મેન્ડોઝા, તેમના પિતા અને ભૂતપૂર્વ મેયર જુઆન મેન્ડોઝા અને સાત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.


પોલીસે હુમલા બાદ આખા શહેરની નાકાબંધી કરીને આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં સિટી હોલની દિવાલો પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. હોલની બારીના કાચ પણ તૂટેલા છે.


ઉલ્લેખનીય છે કે અમેરિકામાં માસ ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે. અમેરિકાના ઈન્ડિયાનામાં 18 જુલાઈના રોજ ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. માસ શૂટિંગમાં 3 લોકોના મોત થયા હતા. ઉપરાંત 11 જુલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં એક હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.  સૌથી ખતરનાક ઘટના અમેરિકાના ટેક્સાસમાં 15 મેના રોજ બની હતી. જ્યારે 18 વર્ષના છોકરાએ ઉવાલ્ડે શહેરમાં સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો અને 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 3 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.


આ પણ વાંચોઃ 


Jalpaiguri: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં અચાનક આવેલા પૂરમાં લોકો તણાયા, 7નાં મોત, જુઓ વીડિયો


WHO: 66 બાળકોના મોત બાદ ભારતની કફ સિરપ કંપની સામે WHOએ એલર્ટ જાહેર કર્યું


Laal Singh Chaddha OTT Release: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ આમિર ખાનની ફિલ્મ, શું ફેન્સને પ્રભાવિત કરી શકશે?


IND vs SA: અક્ષર પટેલને એક જ ઓવર આપવાના સવાલ પર ભડક્યો રાહુલ દ્રવિડ, આપ્યો આક્રમક જવાબ