લંડનઃ યુરોપિયન પાર્લામેન્ટમાં ગુરુવારે ભારતના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ થનારુ વૉટિંગ ટળી ગયુ છે. હવે આ વૉટિંગ પાર્લામેન્ટના માર્ચ માહિનામાં યોજાનારા સેશનમાં થશે. આને ભારતની મોટી કૂટનીતિક જીત માની શકાય છે. આ સંબંધમાં યુરોપિયન પાર્લામેન્ટ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, સીએએ પર ચર્ચા ચાલુ રહેશે.

સીએએ પર વૉટિંગ કેન્સલ થવા પાછળની માહિતી હજુ સામે નથી આવી, જે રિપોર્ટ આવી રહ્યા છે તે પ્રમાણે કહેવાઇ રહ્યું છે કે યુરોપિયન સુત્રોના કહેવુ છે કે, પાકિસ્તાનના ઉપર ભારતની જીત થઇ છે.



વળી, ભારત સરકારના સુત્રોનુ કહેવુ છે કે, સીએએ ભારતનો આંતરિક મામલો છે અને લોકશાહી રીતે પાલન કરતા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. ભારત સરકારનુ કહેવુ છે કે, અમે આ વાતની આશા રાખીએ છીએ કે યુરોપિયન પાર્લામેન્ટના સભ્યો સીએએ પર ભારતની વાત સમજશે.


આ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરુદ્ધ યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવા પર આપત્તિ દર્શાવી હતી, અને એક પત્ર પણ લખ્યો હતો.