Disease X: દુનિયાભરમાંથી હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક મોટુ એપડેટ આપતા સાથે ચેતાવણી પણ આપી છે. આજકાલ 'ડિસીજ X' નામની બિમારી સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ 'ડિસીજ X' ને સંભવિત જીવલેણ રોગ તરીકે જાહેર કર્યો છે. જોકે આ બિમારી હજુ સુધી સામે આવી નથી. વિજ્ઞાનીઓ પ્રાણીઓમાં રહેલી અનેક વાયરસ પ્રજાતિઓને સમજવા માટે કામ કરી રહ્યા છે, જે મનુષ્ય સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આ વિનાશક પરિણામો તરફ દોરી શકે છે.
'ડિસીજ X' એક ખતરનાક રોગ હોઈ શકે છે -
એવિયન ફ્લૂ એ આ જીવલેણ વાયરસમાંથી એક છે જે મનુષ્યો માટે ખતરો છે. માનવજાતને નુકસાન પહોંચાડતા આ જોખમો પર દેખરેખ રાખવા અને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો સતત કામ કરી રહ્યા છે. વર્ષ 2018ના એક રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 'ડિસીજ X' વિશ્વ માટે સૌથી મોટો ચેપી ખતરો બની શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે, 'ડિસીજ X' કોઈપણ પ્રાણી જેમ કે વાંદરાઓ, કુતરા વગેરેથી ફેલાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'ડિસીજ X' એક ખતરનાક રોગ હોઈ શકે છે. ઉપરાંત ઇબોલા એચઆઇવી એઇડ્સ, કૉવિડ જેવા રોગો ફેલાવીને મનુષ્યોને સંક્રમિત કરી શકે છે.
વેક્સીનની શોધ કરવાનું કરી દીધુ છે શરૂ -
NDTVના અહેવાલ મુજબ પ્રાયૉરિટી ડિસીજની ટૂંકી યાદીમાં તે રોગોના નામ છે જે આગામી જીવલેણ મહામારીનું કારણ બની શકે છે. આમાંના મોટાભાગના રોગો વિશે આપણે પહેલાથી જ જાણીએ છીએ. જેમ કે- ઇબોલા, કૉવિડ અને ઝિકા વાયરસ. આ યાદીમાં વધુ એક નામ છે. તેનું નામ છે ડિસીઝ એક્સ જેણે વૈજ્ઞાનિકોની સાથે દરેકનું ટેન્શન વધારી દીધું છે. મીડિયા રિપોર્ટ્સથી મળતી માહિતી અનુસાર, આ રોગને રોકવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો નવા રોગ, ડિસીઝ એક્સને દૂર કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. આને રોકવા માટે, રસી અને સારવારની શોધ શરૂ થઈ ગઈ છે.