Nigeria Mosque Collapses: વધુ એક હોનારતની ઘટના સામે આવી છે, હાલમાં જ નાઇઝિરિયામાં એક મસ્જિદ પડવાની ઘટનામાં મોટી જાનહાનિ થયાના રિપોર્ટ્સ છે. ઉત્તર-પશ્ચિમ નાઇઝિરિયાના કડુના રાજ્યમાં નમાઝ દરમિયાન જારિયા સેન્ટ્રલ મસ્જિદનો એક ભાગ અચાનક ધરાશાયી થતો, જેમાં સાત લોકોના મોત થઇ ગયા હોવાના સામાચાર છે. આ દૂર્ઘટના અંગે નાઇઝિરિયાના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સેંકડો લોકો નમાજ માટે મસ્જિદની અંદર ભેગા થયા હતા અને નમાઝ અદા કરી રહ્યાં હતા. આ દરમિયાન આ દૂર્ઘટના ઘટી હતી.


1830ના દાયકામાં બનાવવામાં આવી હતી આ મસ્જિદ  - 
જરિયા સેન્ટ્રલ મસ્જિદ જરિયામાં છે. તે ઉત્તરી નાઇઝિરિયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે. રાજ્યના અધિકારીઓનું કહેવું છે કે, મસ્જિદ 1830માં બનાવવામાં આવી હતી.


મસ્જિદની છત તુટી પડતાં 23 લોકો ઘાયલ - 
આ ઘટના અંગે રાજ્યના આપદા વિભાગે જણાવ્યુ કે, મસ્જિદની છતનો ભાગ ધરાશાયી થતાં નમાઝ પઢી રહેલા 23 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 7 લોકોના મોત થયા હતા. જોકે બાદમાં ફાયર ફાઇટરો આવી ગયા અને આ તમામ લોકોનું રેસ્ક્યૂ કરીને હૉસ્પીટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. ખાસ વાત છે કે આ ઘટના બાદ સ્થળ પરથી એક વીડિયો રેકોર્ડ પણ કરવામાં આવ્યો હતો, જેમાં ઘટનાને જીવંત રીતે નિહાળી શકાય છે. આ વીડિયોમાં દેખી શકાય છે કે, જ્યારે મસ્જિદનો એક ભાગ અચાનક તુટી પડે છે ત્યારે કેવી જાનહાનિ સર્જાય છે. મસ્જિદ તૂટી પડતાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેઓને દફનાવવામાં આવ્યા છે.


 






દૂર્ઘટનાની તપાસના આદેશ - 
કડુનાના ગવર્નર ઉબા સાનીએ અકસ્માતની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેને 'ભયાનક દૂર્ઘટના' તરીકે વર્ણવતા, તેમણે અસરગ્રસ્તોને મદદ કરવાનું વચન આપ્યું. તેમની ઓફિસે જણાવ્યું હતું કે એક એડવાન્સ ટીમ પહેલેથી જ જરિયામાં છે.