Who Is Grace Meng: અમેરિકાના સાંસદ ગ્રેસ મેંગે શુક્રવારે અમેરિકામાં દિવાળીના તહેવારને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની માંગ કરતું બિલ રજૂ કર્યું હતું. દિવાળી એ વિશ્વભરના અબજો લોકો અને ન્યૂયોર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક છે, એમ તેમણે જણાવ્યું હતું.


સંસદ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ દિવાળી ડે એક્ટ કાયદો બની જશે. જો આમ થશે તો દિવાળીની રજા અમેરિકામાં 12મી ફેડરલ રજા હશે. માત્ર દિવાળી જ નહીં, મેંગે આ ઉપરાંત નવા વર્ષ અને ઈદ જેવા અન્ય તહેવારો માટે પણ સમાન પ્રયાસો કરવાનો આગ્રહ રાખ્યો છે.


ગ્રેસ મેંગ કોણ છે?


ગ્રેસ હાલમાં ન્યૂયોર્કના ક્વીન્સ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં તેમની છઠ્ઠી ટર્મ સેવા આપી રહ્યા છે. તે ન્યૂયોર્કથી કોંગ્રેસના પ્રથમ અને એકમાત્ર એશિયન અમેરિકન સભ્ય છે. મેંગનો જન્મ એલ્મહર્સ્ટ, ક્વીન્સમાં થયો હતો. તેમણે યેશિવા યુનિવર્સિટીની બેન્જામિન કાર્ડોઝો સ્કૂલ ઓફ લોમાં કાયદાનો અભ્યાસ કર્યો છે.


ન્યૂયોર્કના વરિષ્ઠ ડેમોક્રેટ


તે હાઉસ એપ્રોપ્રિયેશન કમિટીમાં ન્યૂ યોર્કની વરિષ્ઠ ડેમોક્રેટ છે, જે ફેડરલ સરકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓના ભંડોળની દેખરેખ રાખે છે. તેઓ કોંગ્રેસનલ એશિયન પેસિફિક અમેરિકન કોકસની પ્રથમ વાઇસ-ચેર તરીકે પણ સેવા આપે છે, જેમાં એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર સભ્યોનો સમાવેશ થાય છે જેઓ તેમના સમુદાયોના હિતોની હિમાયત કરે છે.


LGBTQ+ અધિકારોની હિમાયત કરી


આ ઉપરાંત, તે LGBTQ+ સમાનતા કૉકસની વાઇસ પ્રેસિડેન્ટ છે, જે ગે સમુદાયના અધિકારો અને હિતોની હિમાયત કરે છે અને કૉંગ્રેસનલ ટાસ્ક ફોર્સ ઓન એન્ટિ-સેમિટિઝમના સહ-અધ્યક્ષ છે. તે યહૂદી સમુદાયને નફરતથી બચાવવા માટે કામ કરે છે.


Diwali 2022: 2000 વર્ષમાં પહેલીવાર દિવાળી પર દુર્લભ સંયોગ, 5 રાજયોગ જે સુખ અને સંપત્તિમાં કરે છે વધારો


પંચાંગ અનુસાર, દિવાળી દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 24 ઓક્ટોબરે શરૂ થઈને 25 ઓક્ટોબરે પૂરી થાય છે, પરંતુ દેવી લક્ષ્મી પૂજાનો શુભ સમય 24 ઓક્ટોબરે જ મળી રહ્યો છે અને સૂર્યગ્રહણ પણ 25 ઓક્ટોબરે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દિવાળી અને મા લક્ષ્મી પૂજાનો તહેવાર 24 ઓક્ટોબર 2022ના રોજ જ ઉજવવામાં આવશે.


જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 24 ઓક્ટોબર 2022, સોમવારના રોજ દીપાવલી ઉજવવામાં આવશે. આ દિવસે પોષ અમાવસ્યા સાંજે 5.30 વાગ્યા પછી શરૂ થશે. દિવાળીની સાંજે લક્ષ્મી પૂજનના સમયે ચિત્રા નક્ષત્ર રહેશે અને પાંચ રાજયોગ રચાશે. આ સાથે આ સમયે બુધ, ગુરુ, શુક્ર અને શનિનો દુર્લભ સંયોગ બનશે, જે 2000 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યો છે. આ સાથે આ લક્ષ્મીનો તહેવાર અનેક ગણો ફળદાયી બનશે અને સુખ-સમૃદ્ધિ આપશે.