મુસ્લિમ વિદ્વાનો અને બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસીસે ભાર મુક્યો છે કે રમજાનમાં રોજા રાખતા સમયે પણ કોરોનાની રસી લઈ શકાય છે અને તેના માટે રોજો છોડવો નહીં પડે. ઇસ્લામી શિક્ષણ અનુસાર, રોજા રાખનારે સવારથી લઈને સાંજ સુધી કંઈપણ ખાવા પીવાની મનાઈ હોય છે.


શું રોજા રાખતા સમયે રસી લેવાથી રોજો તૂટી જાય છે ?


રોજો રાખતા સમયે મુસલમાનોને ‘શરીરમાં કંઈપણ દાખલ કરવા’ પ્રતિબંધિત હોય છે. પરંતુ લીડ્સ શહેરમાં એક ઇમામ કારી આસિમનું કહેવું છે કે, “કારણ કે કોવિડ-19 રસી લોહીના પ્રવાહના બદલે શરીરના ભાગમાં આપવામાં આવે છે તો આહાન ન હોવાને કારણએ રોજો તૂટવાનું જોખમ નથી.” કારી આસિમ બ્રિટનમાં મસ્જિન અને વિદ્વાનોની રાષ્ટ્રીય એડવાઈઝરી બોર્ડના પ્રમુખ છે.


તેમણે બીબીસીને કહ્યું કે, મોટા ભાગના મુસ્લિમ વિદ્વાનોનું કહેવું છે કે, રમજાન દરમિયાન રોજા રાખતા સમયે રસી લેવાથી રોજો તૂટવાનું જોખમ નથી. તેમની સલાહ છે કે મુસલમાનોએ ખુદને સવાલ કરવો જોઈએ કે એ રીતે કોવિડ-19ની રસી સુરક્ષિત સાબિત થઈ ચૂકી છે, બીજી બાજુ ન લગાવવાથી તમે બીમાર પડી શકો છો અને બની શકે કે બીમારીને કારણે તમારે રમજાનના બધા રોજા છોડીને હોસ્પિટલમાં દાખલ થવું પડે.


નોટિંઘમ અને બ્રાઈટન જેવી જગ્યાએ નેશનલ હેલ્થ સર્વિસે કેટલાક રસીકરણ કેન્દ્રો પર રસી લગાવવાના સમયમાં વધારો કર્યો છે. આ કવાયત રોજા રાખનારને ઇફ્તાર બાદ રસીકરમમાં સુવિધા પહોંચાડવા માટે કરવામં આવી છે. મુસલમાનોની વચ્ચે રસીનો સંકોચ દૂર કરવા માટે બ્રિટનમાં મસ્જિદોનો પણ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે સર્જરી પ્રોજેક્ટ સાથે જોડાયેલ ડોક્ટર ફરજાના કહે છે કે રસીકરણ માટે દિવસનો સમય ટાળવો જરૂરી નથી.


તેમણે એ પણ કહ્યું કે, “કુરઆનમાં પોતાનો જીવ બચાવવાને મહત્ત્વપૂર્ણ કહેવામાં આવ્યો છે. એક વ્યક્તિનો જીવ બચાવવો માનવતાનો જીવ બચાવવા બરાબર છે. હવે એ મુસલમાનો પર છે કે રસી લેવા માટે આગળ આવે.” બ્રિટિશ ઇસ્લામિક મેડિકલ એસોસિએશનને રમજાનમાં મસ્જિદો માટે એડવાઈઝરી બહાર પાડી છે. નમાજ તરાવીહ ને ટૂંકાવી અને હવાવીળી જગ્યા પર પઢવાની સલાહ આપવામાં આવી છે. નમાજીઓને સંક્રમણથી બચવા માટે ઇમામને ‘બે માસ્ક’ લગાવવા માટે કહેવામાં આવ્યું છે.