કૂતરાને વફાદાર પ્રાણી માનવામાં આવે છે. સુખ હોય કે દુ:ખનો પ્રસંગ. શ્વાસ હંમેશા તેના માલિકની સાથે ઉભો રહે છે. તુર્કીમાંથી એક આવી જ શ્વાનની વફાદારીની ઘટના સામે આવી છે.
આ શ્વાનના માલિકનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો.આ સ્થિતિમાં કૂતરો હોસ્પિટલની બહાર રાહ જોતો રહ્યો. 6 દિવસ સુધી તેમના બોસનો ઇલાજ હોસ્પિટલમાં ચાલતો રહ્યો. આ 6 દિવસ સુધી તે માલિકની ચિંતા કરતો હોસ્પિટલની સામે જ ઉભો રહ્યો. આ ઘટના કમેરામાં કેપ્ચર કરી લેતો તેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ તુર્કીના ઉત્તર પૂર્વી શહેર ટ્રબજોનમાં 68 વર્ષિય વ્યક્તિને બ્રઇનમાં કંઇક સમસ્યા હતી. જેના કારણે તેમને 14 જાન્યુઆરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બોનક નામના આ કૂતરાને જાણ થઇ કે, માલિકને હોસ્પિટલ લઇ જવાય છે. તેમણે એમ્બ્યુલન્સનો પીછો કર્યો. હોસ્પિટલના કર્મચારી પણ આ ઘટના જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગયા. જો કે હોસ્પિટલના કર્મચારીએ કૂતરાનું ધ્યાન રાખ્યું અને તેને ખવડાવતા પીવડાવતા રહ્યાં.
આ દરમિયાન તેમની દીકરીએ પણ કૂતરાને ઘરે લઇ જવાની કોશિશ કરી પરંતુ તે ન માન્યો. આખરે જ્યારે તેના માલિક સાજા થઇ ગયા અને હોસ્પિટલમાંથી રજા મળી તો ખુશી-ખુશી વ્હિલચેર સાથે તે દોડતો જોવા મળ્યો અને માલિક સાથે જ ઘરે ગયો. માલિકે કહ્યું કે, ‘ આ મારો બહુ જ નજીકનો મિત્ર છે”
માલિકનો હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો ઇલાજ, કૂતરો 6 દિવસ સુધી બહાર જોતો રહ્યો રાહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jan 2021 12:15 PM (IST)
શ્વાનને હંમેશા વફાદાર મિત્ર માનવામાં આવે છે. આ પ્રાણીમાં પણ એક ભાવ જગત હોય છે. એક હૃદયસ્પર્શી કિસ્સો તુર્કીના ઇસ્તાંબુલમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પાલતુ કૂતરાએ અનોખી રીતે માલિક પ્રત્યે પ્રેમ કાળજી અને ચિંતા વ્યક્ત કરી છે. કઇ રીતે જાણીએ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -