કોરોનાની મહામારીમાં વેક્સિન એક આશાનું કિરણ છે, ત્યારે ડોમેનિકન ગણરાજ્યના વડાપ્રધાન વેક્સિનને જોઇને ખુશ થઇ ગયા. તેમણે જાતે જ વેક્સિન ઉતારી અને કહ્યું પ્રાર્થના પુરી થઇ


ભારતે ડોમેનિકન ગણરાજ્યને કોરોના વેક્સિન મોકલાવી છે. વેક્સિન મળતા ડોમિનિકન ગણરાજ્યના વડાપ્રધાન રૂજવેલ્ટ સ્કિરિટે  પીએમ મોદીનો આભાર માન્યો હતો અને ભારતની પ્રશંસા કરી છે. ભારત તરફથી આ દ્વીપીય દેશમાં વેક્સિનની 35000 ડોઝ પહોંચી છે. જેના કારણે 72 હજાર આબાદી ધરાવતા આ દ્વીપના અડધા લોકોની જીવન રક્ષા થઇ શકશે.

ડોમિનિકનના વડાપ્રધાન રૂજવેલ્ટે જણાવ્યું હતું કે, મને આટલી જલ્દી વેક્સિન મળશે તેવી આશા ન હતી. મેં 19 જાન્યુઆરીએ વેક્સિન માટે ભારતને અપીલ કરી હતી. મંગળવારે ડોમિનિકાના ડગલસ એરપોર્ટ પર ભારતથી વેક્સિન ભરેલ પ્લેન પહોંચ્યું હતું. વેક્સિનને રીસીવ કરવા ખુદ પીએમ રૂજવેલ્ટ પહોંચ્યા હતા આટલુ જ નહીં તેમણે વેક્સિન ઉતારવામાં પણ મદદ કરી હતી. ભારતમાં બનેલી ઓક્સફોર્ડ AstraZenecaની વેક્સિનને કેરેબિયાઇ દેશોમાં પહોંચાડવામાં આવી છે.