પાપુઆ ન્યુ ગીનીની રાજધાની પોર્ટ મોર્સબીમાં 644 કિલોમીટર ઉતરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 6.3 મપાઇ છે.  ભૂકંપ રવિવારે સવારે 11. 15 મિનિટે અનુભવાયો. નેશનલ સેન્ટર સિસ્મોલોજીએ ભૂકંપની જાણકારી આપી છે.


ભૂકંપનું કેન્દ્રબિંદુ યોનાગુની વિસ્તારથી 38 કિલોમીટર દૂર ઉત્તરી દિશામાં 108 કિલોમીટરની ઊંડાઇ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં ભૂકંપથી કોઇ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. તેમજ સુનામીની પણ કોઇ આગાહી નથી.

આ સિવાય ફિલિપાઇન્સના મિંદનાના દ્વીપમાં પર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. અહીં રિક્ટક સ્કેલ પર ભૂકંપની તીવ્રવતા 6.0 અંકાઇ છે.

ફિલિપાઇન્સના દક્ષિણ પ્રાંતમાં પણ  6.0ની તીવ્રતાવાળો ભૂકંપના આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાની તીવ્રતાને જોતા સિસ્મોલોજી એજન્સીએ નુકસાની થયાની સંભવાના સાથે આફટર શોકની શક્યતા પણ વ્યક્ત કરી છે.