વોશિંગટન: અમેરિકા પાણી, જમીન અને આકાશ બાદ સ્પેસમાં પણ પોતાની ફોર્સ તૈનાત કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પે 2020 સુધી યૂએસ સ્પેસ ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. જાણકારોનું કહેવું છે કે આ ફોર્સ અમેરિકાની અન્ય સેના કરતા અલગ હશે. યૂએસ સ્પેસ ફોર્સ અમેરિકાની છઠ્ઠી સૈન્ય સેવા હશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે પેંટાગનની એક સ્પીચ દરમિયાન આ નવી ફોર્સની જાહેરાત કરી છે.
જોકે ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયની સામે પડકારો પણ ઘણાં છે. આ નવી ફોર્સને અત્યારે અમેરિકી કોંગ્રેસની (સંસદ) મંજૂરીની જરૂર છે. જે પછી મિલિટ્રી લીડર્સની પોતાની આશંકાઓ છે જેઓ આ મોંઘી મિલિટ્રી સર્વિસ બ્રાંચ પાછળના તર્કો પર સવાલો ઉઠાવી રહ્યાં છે.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પેસમાં પણ અમેરિકી પ્રભુત્વ રાખવા માટે આ નિર્ણય લીધો છે. સ્પેસ એક સમયે શાંતિપૂર્ણ હતું પરંતુ હવે ત્યાં પણ ભીડ થઇ ગઇ છે. હવે સમય આવી ગયો છે પોતાની મિલિટ્રી હિસ્ટ્રીમાં વધુ એક શાનદાર ચેપ્ટર લખવામાં આવે.