વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ-ઉન વચ્ચેની મુલાકાત ટૂંક સમયમાં જ થશે. આ અંગેની જાહેરાત થોડા જ દિવસોમાં કરવામાં આવે છે. બંને નેતાઓ વચ્ચે વાતચીત સિંગાપુર કે અસૈન્ય ક્ષેત્રમાં થઈ શકે છે.
શુક્રવારે ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે બંને નેતાઓને મળવાનું સ્થાન અને સમય નક્કી થઈ ગયા છે. આ વચ્ચે દક્ષિણ કોરિયાએ કહ્યું કે તેઓ તેમના વિસ્તારમાંથી અમેરિકાના સૈનિકોને હટાવવાનો વિરોધ કરશે.
વ્હાઈટ હાઉસે કહ્યું કે અમેરિકા અને ઉત્તર કોરિયાના નેતાઓ વચ્ચે આગામી અઠવાડિયે પ્રથમ મુલાકાત થશે. જેમાં ટ્રમ્પ, ઉત્તર કોરિયા પર એટમી હથિયારો પર રોક લગાવવા માટે દબાણ બનાવશે.
મુલાકાત માટે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે સ્થિત અસૈન્ય ક્ષેત્ર કે સિંગાપુર પહેલી પસંદ બતાવવામાં આવી રહી છે. હાલમાં જ ટ્રમ્પે પણ ડિમિલિટ્રાઈઝ્ડ ઝોન કે સિંગાપુરને મુલાકાત માટે પોતાની પસંદગી બતાવી હતી.
વ્હાઈટ હાઉસે જાહેરાત કરી હતી કે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં મૂનને 22 મેનાં રોજ મળશે. જેમાં તેઓ કિમ સાથે મુલાકાત દરમિયાન એકતાના પ્રદર્શન કરવાની વાત પર જોર આપશે. ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના દક્ષિણ કોરિયાઈ સમકક્ષ ચંગ યૂઇ યોંગને મળ્યાં બાદ વ્હાઈટ હાઉસે શુક્રવારે મૂનની મુલાકાતની જાહેરાત કરી હતી.