વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરી છે કે હું મારું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યો છું, જેને 'ટ્રુથ સોશિયલ' (TRUTH Social) નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર જેવું જ હશે, જેના પર યુઝર્સ તેમના વિચારો, ફોટા અને વીડિયો શેર કરી શકશે.


તાલિબાન ટ્વીટ કરી શકે છે અને મારા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો: ટ્રમ્પ


ટ્રમ્પે ટ્વિટર પર પોતાના નિવેદનમાં કહ્યું કે, "ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ અને તેની 'ટ્રુથ સોશિયલ' એપ લોન્ચ કરવાનો ધ્યેય મોટી ટેક કંપનીઓ માટે પ્રતિસ્પર્ધી બનાવવાનો છે કે જેમણે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે." તેમણે કહ્યું કે, અમે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં તાલિબાનની ટ્વિટર પર મોટી હાજરી છે, છતાં તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે. આ અસ્વીકાર્ય છે. "


ટ્રમ્પે ટ્વિટર અને ફેસબુક પર પ્રતિબંધ મુક્યા બાદ પોતાની સોશિયલ મીડિયા સાઇટ શરૂ કરવાની વાત કરી હતી. કંપનીનું કહેવું છે કે તે વિડિયો-ઓન-ડિમાન્ડ સેવાનું આયોજન કરી રહી છે જેમાં મનોરંજન પ્રોગ્રામિંગ, સમાચાર અને પોડકાસ્ટનો સમાવેશ થશે.


ટ્રમ્પની રાષ્ટ્રપતિની વેબસાઈટ હેક થઈ - અહેવાલ


તમને જણાવી દઈએ કે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિની વેબસાઈટ હેક કરીને તેને વિકૃત કરવામાં આવી છે. ન્યૂઝવીકના જણાવ્યા અનુસાર, વેબસાઇટ મુલાકાતીઓને સોમવારે સવારે તુર્કીના હેક્ટિવિસ્ટ ગ્રુપ રુટિલડિઝ દ્વારા એક પેજ પર લાવવામાં આવ્યા હતા જે તેમણે પોતાના કબ્જામાં લઈ લીધી હતી. સાઇટ પર લખ્યું હતું કે, "જેઓ અલ્લાહને ભૂલી ગયા હતા તેમના જેવા ન બનો, એટલે જ સહયોગીએ ખુદન  ભૂલાવી દીધા. અહીં તેઓ ખરેખર ભટકી ગયા છે." સંદેશ પણ ટર્કિશમાં લખવામાં આવ્યો હતો.


હેકર્સના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સની લિંક્સ પણ વેબપેજ પર મૂકવામાં આવી હતી. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિશ્વભરના રાજકારણીઓને નિશાન બનાવી અન્ય ઘણા સાયબર હુમલાઓની જવાબદારી રૂટઇલ્ડજે લીધી છે.