Donald Trump: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર બનશે. ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ બનશે. વર્ષ 2020માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. જેના 4 વર્ષ બાદ ફરી ટ્રમ્પનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. આ જીત સાથે તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. એક વાર હાર બાદ સત્તામાં વાપસી કરવાનો ટ્રમ્પે 131 વર્ષ બાદ રેકોર્ડ તોડ્યો છે. તેઓ ગ્રોવર ક્લીવલેન્ડ (1885-1889 અને 1893-1897) પછી 4 વર્ષના સમયગાળા પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફરનારા બીજા નેતા છે.
ટ્રમ્પે 132 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો છે
આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ 132 વર્ષમાં પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણીમાં હાર બાદ વ્હાઇટ હાઉસ પર ફરીથી કબજો કરવા માટે તૈયાર છે. અગાઉ આ સિદ્ધિ ગ્રોવર ક્લીવલેન્ડના નામે હતી.
ટ્રમ્પે 2016માં ચૂંટણી જીતી હતી અને 2020માં હાર્યા બાદ હવે 2024માં ફરીથી જીત મેળવી છે. આવું 132 વર્ષ પછી થયું જ્યારે કોઈ વ્યક્તિ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, પરંતુ તે સતત ચૂંટણી જીતી શક્યા નહીં.
આ રેકોર્ડ ગ્રોવર ક્લીવલેન્ડના નામે હતો
અગાઉ ગ્રોવર ક્લીવલેન્ડે 1885 થી 1889 અને ફરીથી 1893 થી 1897 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. ગ્રોવર પછી ટ્રમ્પ હવે આવું કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હશે. કારણ કે અત્યાર સુધી તેઓ એકમાત્ર અમેરિકન રાષ્ટ્રપતિ હતા જે બે ટર્મ માટે ચૂંટાયા હતા, જે ટર્મ સળંગ નહોતી.
ગ્રોવર ક્લીવલેન્ડની વાપસી મોટાભાગે સુધારા અને પ્રામાણિકતા માટે તેમની પ્રતિષ્ઠાને કારણે શક્ય બની હતી. પૂર્વ રાષ્ટ્રપતિ બેન્જામિન હેરિસન પ્રત્યેના જાહેર અસંતોષના કારણે ક્લીવલેન્ડની વાપસ શક્ય બની હતી. ડોનાલ્ડ ટ્રમ્પને 277 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. કમલા હેરિસને 224 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. અમેરિકામાં કોઈપણ ઉમેદવારને જીતવા માટે 270 ઈલેક્ટોરલ વોટની જરૂર હોય છે. 17મી ડિસેમ્બરે ઇલેક્ટર્સની બેઠક યોજાશે. 6 જાન્યુઆરીએ સાંસદોની બેઠકમાં ઇલેક્ટોરલ મતોની ગણતરી થશે. આ પછી રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લેશે.
ટ્રમ્પે બંન્ને વખત મહિલા ઉમેદવારોને હરાવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી બીજી વખત જીતી ગયા છે. રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પે બંન્ને વખત મહિલા ઉમેદવારોને હરાવ્યા હતા. ટ્રમ્પ સામે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટના પત્ની હિલેરી ક્લિન્ટનને ઇલેક્ટોરલ કોલેજના ફક્ત 227 મત મળ્યા હતા જ્યારે ટ્રમ્પને 304 મત મળ્યા હતા. આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની સામે મહિલા ઉમેદવાર હતા. આ વખતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસ હતા. કમલા હેરિસને ઇલેક્ટોરલ કોલેજના ફક્ત 224 મત મળ્યા અને ટ્રમ્પે 277 મત મેળવીને જીત હાંસલ કરી છે.
US Election Results 2024: અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવવા પર ભારતને ફાયદો થશે કે નુકસાન?