વૉશિંગટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રીપોર્ટ પૉઝિટીવ આવતાં ટ્રમ્પ ક્વોરેન્ટાઈન થઇ ગયા છે. તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ કોરોના સંક્રમણનો શિકાર થતાં ક્વોરેન્ટાઈન થઈ ગયાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની જાણકારી આપતા ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યું કે, પોતે અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના સંક્રમણનો શિકાર થઇ ગયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાનો ચેપ તેમનાં ખાનગી સલાહકારના સંપર્કમાં આવવાથી લાગ્યો હોવાની શક્યતા છે. વ્હાઇટ હાઉસનમાં ડ્રોનાલ્ડ ટ્રમ્પનાં પર્સનલ ખાનગી સલાહકાર હોપ હિક્સ કોરોના સંક્રમણનો શિકાર થયાં હતાં. ટ્રમ્પે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. ટ્રમ્પ પોતાનાં અંગત સલાહકાર સાથે સતત સંપર્કમાં હોવાથી અને તેમની સાથે સતત કામ કરતા હોવાથી તેમણે અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ રીપોર્ટમાં બંને પોઝિટિવ આવ્યં છે.

ટ્રમ્પ કોરોનાને મામલે બેદરકા અને માસ્ક નહતા પહેરતા. કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો અને અમેરિકામાં સ્થિતિ ગંભીર થઇ રહી હતી ત્યારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઇ સમારોહમાં અને સાર્વજનિક કાર્યક્રમોમાં માસ્ક ન હતા પહેરતા હતા. તેમણે કહ્યું હતુ કે હું માસ્ક પહેરવાને જરૂરી નથી સમજતો. બાદમાં તેમણે માસ્કનો ઉપયોગ શરૂ કર્યો હતો.

હોપ હિક્સ માત્ર 31 વર્ષની યુવતી છે અને પબ્લિક રીલેશન એક્ઝીક્યુટિવ તરીકે કામ કરે છે. હિક્સ પહેલાં મોટલ તરીકે કામ કરી ચૂકી છે અને ટ્રમ્પે તેને પોતાની સલાહકાર બનાવી તે પહેલાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતી હતી. ફોક્સ કોર્પોરેશન જેવી મોટી કંપનીમાં કામ કરી ચૂકેલી હિક્સે અમેરિકાના પ્રમુખપદની 2016ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ઝુંબેશ સંભાળી હતી.