ભારતીય મૂળના લેખક સલમાન રશ્દીએ ડોનાલ્ડ ટ્રંપને ગણાવ્યા યોન શોષણના શિકારી
abpasmita.in | 06 Nov 2016 04:50 PM (IST)
ન્યૂયૉર્ક: બુકર પુરસ્કાર વિજેતા ભારતીય મૂળના લેખક સલમાન રશ્દીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપને યૌન શોષણના શિકારી ગણાવ્યા છે. તેમણે કહ્યું અમેરિકાની જનતાએ પોતાના રાષ્ટ્રપતિ ચૂંટવામાં ધ્યાન આપવું જોઈએ. રશ્દીએ કહ્યું ટ્રંપે પોતાનો ટેક્ષ રીર્ટન જાહેર નથી કર્યું અને પોતાના ફાઉંડેશનની રકમનો ઉપયોગ કાનૂની રકમ ભરપાઈ કરવા માટે કર્યો છે. ઉલ્લેખનિય છે કે અમેરિકામાં 8 નવેંબરે રાષ્ય્રપતિની ચૂંટણી છે. સલમાન રશ્દીએ સાહિત્યની વેબસાઈટ લિથુબ પર ટ્રંપ વિરૂધ્ધમાં આ વાત કરી છે. આ વેબસાઈટ પર ટ્રંપ વિશે 22 મશહુર લેખકોએ વિચારો રજૂ કર્યા છે.