અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાના વડા એલન મસ્ક અને કરોડપતિ ઉદ્યોગપતિમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને મોટી જવાબદારી સોંપી છે. તેઓ હવે ડિપાર્ટમેન્ટ ઓફ ગવમેન્ટ એફિશિયન્સી વિભાગ (DOGE)નું નેતૃત્વ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પરંતુ તે પહેલા તે પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત છે. ઘણા મોટા પદો પર નિમણૂક કર્યા પછી તેમણે મસ્ક અને વિવેક રામાસ્વામીને મોટી જવાબદારીઓ સોંપી છે.
મસ્ક અને વિવેક રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE)ના વડા રહેશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
ટ્રમ્પે કહ્યું કે મને એ જાહેરાત કરતાં ખુશી થાય છે કે મસ્ક અમેરિકન દેશભક્ત વિવેક રામાસ્વામી સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીનું નેતૃત્વ કરશે, જે સેવ અમેરિકા માટે જરૂરી છે. બંન્ને સાથે મળીને મારી સરકારમાં અમલદારશાહીને ખત્મ કરવા, નકામા ખર્ચમાં કાપ મૂકવા, બિનજરૂરી નિયમોને દૂર કરવા અને ફેડરલ એજન્સીઓનું રિસ્ટ્રક્ચર પર કામ કરશે. આનાથી સરકારી નાણાનો વેડફાટ કરનારાઓને સીધો સંદેશ જશે. આ સંભવતઃ અમારા સમયનો મેનહટ્ટન પ્રોજેક્ટ બની શકે છે. રિપબ્લિકન નેતાઓએ લાંબા સમયથી DOGE ના લક્ષ્યોને અનુસરવાનું સપનું જોયું છે.
મસ્કે અમેરિકન કેબિનેટમાં સામેલ કરવા પર પ્રતિક્રિયા આપી હતી. વિવેક રામાસ્વામીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મસ્ક આપણે તેને હળવાશથી લઇશું નહીં પરંતુ ગંભીરતાથી કામ કરીશું.
ચીનમાં વૃદ્ધે લોકોના ટોળા પર કાર ચઢાવી, 35 લોકોના મોત, 43 લોકો ઈજાગ્રસ્ત