ઉલ્લેખનીય છે કે અમેરિકી દવા કંપની ફાઈઝર અન જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19 રસીને અત્યાર સુધીમાં બ્રિટન, કેનેડા, બહરીન અને સિંગાપુરે મંજૂરી આપી છે. અમેરિકાએ શુક્રવારે ફાઈઝર દ્વારા વિકસિત કોવિડ-19 રસીની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
આ સાથે જ અમેરિકાના ઈતિહાસમાં મહામારી સામે સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. કોરોના મહામારીમાં દુનિયાભરમાં અત્યાર સુધીમાં આશરે 16 લાખ લોકોના જીવ ગયા છે અને 7.1 કરોડ લોકો બિમાર કર્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોના મોત થયા છે. રસીકરણમાં સ્વાસ્થ્ય કર્મી અને નર્સિંગ હોમના કર્મીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.