નવી દિલ્હીઃ એર ઇન્ડિયા માટે બોલી લગાવવાનો આજે અંતિમ દિવસ છે. દર વખતની જેમ આ વખતે પણ એર ઇન્ડિયાને બિડની તારીખમાં એક્સ્ટેન્શન નથી કર્યુ। આજે 14 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યા સુધી કંપનીઓ બિડ કરી શકે છે.
જોકે ફિજીકલી બિડ જમા કરાવવાની અંતિમ તારીખ 29 ડિસેમ્બર છે. એટલે કે બિડ આજ સુધી ઓનલાઇન જમા થશે. તેને 29 ડિસેમ્બર સુધી ફિજીકલી જમા કરાવવાનુ પડશે. આજે જે બિડ ઓન લાઇન જમા નહીં થાય તેને આગળ ફિજીકલી પણ નહીં લેવામાં આવે.
અમેરિકન ફન્ડ એજન્સી-ઇટરપ્સ ઇન્ક એર ઇન્ડિયા માટે બોલી લગાવશે. ઇન્ટરપ્સ ઇન્કના ચેરમેન લક્ષ્મી પ્રસાદે સત્તાવાર રીતે પુષ્ટી કરી છે. ઇન્ટરપ્સ ઇન્કના ચેરમેન લક્ષ્મી પ્રસાદ અનુસાર ઇન્ટરપ્સ ઇન્ક ફક્ત એર ઇન્ડિયા માટે બોલી લગાવશે, એવુ નથી આ બોલી દરેક માટે ચોંકાવનારી હશે.
સુત્રો અનુસાર ટાટા સન્સ પણ એર ઇન્ડિયા એશિયા એરલાઇન્સ દ્વારા એર ઇન્ડિયા માટે બોલી લાગવી શકે છે. એર એશિયા એરલાઇન્સમા ટાટા ગ્રુપના 51 ટકા શેર છે.
એર ઇન્ડિયાને ખરીદવા સામે આવી અમેરિકન ફન્ડ એજન્સી, ઇન્ટરપ્સ ઇન્કે કહ્યું- ચોંકાવનારી હશે બોલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Dec 2020 04:16 PM (IST)
દર વખતની જેમ આ વખતે પણ એર ઇન્ડિયાને બિડની તારીખમાં એક્સ્ટેન્શન નથી કર્યુ। આજે 14 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યા સુધી કંપનીઓ બિડ કરી શકે છે
પ્રતિકાત્મક તસવીર....
- - - - - - - - - Advertisement - - - - - - - - -