મનામા: વડાપ્રધાન નરેન્દ્ર પોતાની બહેરિનની વિદેશ યાત્રા દરમિયાન અનેક ક્ષેત્રોમાં એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. પીએ મોદીએ બહેરિનમાં રૂપે કાર્ડ પણ લોન્ચ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની મોદીની બહેરિન યાત્રા એટલા માટે મહત્વની છે કે આ દેશની યાત્રા કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. બહેરિનમાં વડાપ્રધાન મોદીને ‘ધ કિંગ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસા’એવૉર્ડથી સન્માનિત કરાયા હતા.

બહરીન યાત્રા દરિયાન બન્ને દેશો વચ્ચે કેટલાક એમઓયૂ થયા. જેમાં અંતરિક્ષ, સંસ્કૃતિ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને રૂપે કાર્ડ સંબંધિત હતા. પીએમ મોદી અહીં શનિવારે પહોંચ્યા હતા. તેઓને પ્રિન્સ ખલીફાએ વિશેષ આદર આપતા એરપોર્ટ પર સ્વાગત માટે પહોંચ્યા હતા.


આ એમઓયૂમાં સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન અને રાષ્ટ્રીય અંતરિક્ષ વિજ્ઞાન એજન્સી વચ્ચે સહયોગ, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ સાથે બહેરિનનો સહયોગ અને ભારત અને બહેરિન વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમ પર કરવામાં આવ્યા.

UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’થી સન્માનિત કરાયા PM મોદી

બહેરીનમાં ભાવુક થયા PM મોદી, કહ્યુ- આજે મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો