US Iran war latest updates: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને યુદ્ધ જેવી સ્થિતિ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી. મંગળવારે (19 મે) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાએ કદાચ ઈરાન પર ફરીથી હુમલો કરવો પડી શકે છે. આ નિવેદનને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. જ્યાં એક તરફ ઈરાને વળતરની શરતો સાથે નવો શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે, તો બીજી તરફ યુએઈ (UAE) એ છેલ્લા 48 કલાકમાં 6 જેટલા ડ્રોન તોડી પાડ્યાનો મોટો દાવો કર્યો છે. આખી પરિસ્થિતિ જોતાં હાલ પૂરતું યુદ્ધ અટકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

Continues below advertisement

"અમે હુમલો કરવાથી માત્ર 1 કલાક દૂર હતા"

જ્યારે એક પત્રકારે ટ્રમ્પને સવાલ કર્યો કે, "ગઈકાલે આપણે ઈરાન પર હુમલો કરવાની કેટલા નજીક હતા?" ત્યારે ટ્રમ્પે ખૂબ જ ચોંકાવનારો જવાબ આપતા કહ્યું, "અમે હુમલો કરવાથી માત્ર 1 કલાક જ દૂર હતા. ગઈકાલે મારી પાસે એક ફોન આવ્યો અને મને કહેવામાં આવ્યું કે, 'સાહેબ, શું આપણે થોડી રાહ જોઈ શકીએ? આપણે એક ડીલની ખૂબ જ નજીક છીએ." જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે ભવિષ્યમાં ઈરાન પર બીજો હુમલો નહીં થાય એવું ચોક્કસપણે કહી શકાય નહીં.

Continues below advertisement

પરમાણુ કાર્યક્રમ અને નવી ધમકી

ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિશે વાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે, આ પરમાણુ મુદ્દાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે. ઈરાન સાથે ફરીથી વાટાઘાટો ક્યારે શરૂ થશે તે અંગે ટ્રમ્પે જણાવ્યું, "આપણે આવતા 2 કે 3 દિવસમાં, એટલે કે શુક્રવાર, શનિવાર કે રવિવારે અથવા તો આવતા અઠવાડિયાની શરૂઆતમાં ફરી વાતચીત ચાલુ કરી શકીએ છીએ."

પણ આ વાતચીતની આશા વચ્ચે જ તેમણે ધમકી આપતા ઉમેર્યું, "આપણે ઈરાનને બીજો એક મોટો ફટકો મારવો પડી શકે છે. મને હજુ પૂરી ખાતરી નથી, પણ બહુ જલ્દી તમને આ વિશે ખબર પડી જશે."

આ પણ વાંચોઃ ટ્રમ્પ ઢીલા પડ્યા! અમેરિકા 25% ઈરાની ફંડ મુક્ત કરવા તૈયાર, તેલ પ્રતિબંધોમાં અપાશે રાહત

ઈરાનનો અમેરિકાને નવો શાંતિ પ્રસ્તાવ

આ બધા તણાવ વચ્ચે એક મોટા સમાચાર એ પણ છે કે ઈરાને હાલમાં જ અમેરિકાને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવમાં ઈરાને શરત મૂકી છે કે:

લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અટકાવી દેવામાં આવે.

ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી તમામ અમેરિકન સૈનિકોને પાછા ખેંચી લેવામાં આવે.

અત્યાર સુધીના આ અમેરિકા-ઈઝરાયલ યુદ્ધમાં જે પણ નુકસાન થયું છે તેનું પૂરતું વળતર ચૂકવવામાં આવે.

આ પણ વાંચોઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની શક્યતા, ટ્રમ્પ આ પ્રતિબંધ હટાવવા તૈયાર થતાં ચર્ચા!

UAE એ તોડી પાડ્યા 6 ડ્રોન

આ યુદ્ધના માહોલ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ એક મોટો દાવો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, યુએઈ ના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 48 કલાકની અંદર તેમણે 6 ડ્રોન હવામાં જ તોડી પાડ્યા છે. નોંધનીય છે કે, રવિવારે પણ 3 ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધો હતો.