નવી દિલ્હી: ઈરાનના બગદાદમાં અમેરિકી દુતાવાસ અને અમેરિકી સૈન્યના ઠેકાણા પર ગઈકાલે રાતે બે રોકેટ હુમલા થયા હતા. આ હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. આ હુમલા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપી દીધી છે. ટ્રંપે કહ્યું કે યુએસ આર્મીએ ઈરાનના 52 ઠેકાણાને ઓળખી લીધા છે, અને જો ઈરાન કોઈ અમેરિકન સંપત્તિ અથવા નાગરિક ઉપર હુમલો કરે છે તો તે ખૂબ જ ઝડપી અને ખૂબ વિનાશક હુમલો કરશે.


અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાની સેનાના ટૉપ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. જેના બાદ ઈરાને બદલો લેવાની વાત કરી હતી. આ હુમલાને સુલેમાનીના મોતનો બદલો માનવામાં આવી રહ્યું છે. આ હુમલા સાથે એમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યાં છે.

ફ્લોરિડામાં રજાઓ વીતાવી રહેલા ટ્રમ્પે ધમકી ભર્યો સંદેશ ઈરાન સહિત દુનિયાને આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અમેરિકી ઠેકાણા પર બદલામાં હુમલાની વાત કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું, કાસિમ સુલેમાનીને મારીને અમેરિકાએ આતંકી નેતાથી દુનિયાને મુક્તિ અપાવી છે જે અમેરિકા સહિત અનેક લોકોને મારી ચૂક્યો હતો. તેમાં અનેક ઈરાની પણ સામેલ હતા.


ટ્રમ્પે કહ્યું કે “હું ઈરાનને ચેતવણી આપું છું કે, જો ઈરાને કોઈ પણ અમેરિકી કે અમેરિકી સંપત્તિ પર હુમલો કર્યો તો અમે 52 ઈરાની ઠેકાણાની ઓળખ કરી લીધી છે. તેમાં અનેક ખાસ જગ્યાઓ છે અને ઈરાનની સંસ્કૃતિ માટે મહત્વપૂર્ણ છે. જેને સરળતાથી નિશાન બનાવી શકાય છે. અમેરિકા કોઈ પ્રકારની ધમકી ઈચ્છતું નથી. ટ્રમ્પે આગળ લખ્યું કે, Iran WILL BE HIT VERY FAST AND VERY HARD.”


ઈરાનમાં અમેરિકી ઠેકાણા પર હુમલા બાદ અમેરિકા ઈરાનમાં સતત પોતાની સૈન્ય સંખ્યા વધારી રહ્યું છે. શનિવારે અમેરિકાના 650 સૈનિકો બગદાદ પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, આગામી દિવસોમાં અમેરિકા ત્રણથી સાડા ત્રણ હજાર સૈનિકો ઈરાનમાં મોકલશે.