Donald Trump Melania Trump Relation: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જેલમાં જવું પડી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ટ્રમ્પ સામે આ સ્થિતિ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવાના અને ચૂંટણી પ્રચાર દરમિયાન બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવાના આરોપોને કારણે આવી છે. પોર્ન સ્ટાર સાથેના અફેરનો ખુલાસો થયો ત્યારથી ટ્રમ્પ પોતે મુશ્કેલીમાં છે, ત્યારે તેમની પત્ની પણ આ જ કારણોસર તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે. ટ્રમ્પની પત્નીનું નામ મેલાનિયા ટ્રમ્પ છે.



મેલાનિયા આ દિવસોમાં મીડિયાથી દૂર છે. તેઓ ક્યાંય દેખાતા નથી. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પથી અલગ થવા માંગે છે અને તેમને નજીક પણ નથી આવવા દેતા. જણાવી દઈએ કે, મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમરમાં અધધ 24 વર્ષનો તફાવત છે. બંનેએ 5 વર્ષ સાથે રહ્યા બાદ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 2004માં ટ્રમ્પે મેલાનિયાને $1.5 મિલિયનની વીંટી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

શું છે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાની સ્ટોરી

ન્યૂયોર્કરના એક રિપોર્ટ અનુસાર મેલાનિયા અને ટ્રમ્પ પહેલીવાર 1998માં ન્યૂયોર્ક ફેશન વીકની પાર્ટીમાં મળ્યા હતા. ત્યારે ટ્રમ્પની ઉંમર 52 વર્ષની હતી અને મેલાનિયા 28 વર્ષની હતી. એવું કહેવાય છે કે, આ પહેલા ટ્રમ્પના અનેક મહિલાઓ સાથે અફેર હતા. જો કે તેમને મેલાનિયા વધુ પસંદ હતી.

બંનેના લગ્ન 2005માં થયા હતા

ઘણી મીટિંગો બાદ બંનેએ વર્ષ 2001માં સાથે રહેવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ મેલાનિયા ગ્રીન કાર્ડ લઈને અમેરિકાના ટ્રમ્પ ટાવર પહોંચી હતી. ત્યાર બાદ વર્ષ 2005માં બંનેએ બિલ ગેટ્સ અને હિલેરી ક્લિન્ટન જેવી ઘણી મોટી હસ્તીઓની હાજરીમાં લગ્ન કર્યા હતાં. તેમના લગ્ન પામ બીચ પર થયા હતા.

બંનેને એક પુત્રી જેનું નામ ઈવાન્કા

લગ્ન બાદ મેલાનિયા મોટા ફંક્શનમાં ટ્રમ્પનો હાથ પકડીને જાહેરમાં જોવા મળતા હતાં. જે બાદ બંને વચ્ચે અણબનાવના સમાચાર ત્યારે આવ્યા જ્યારે મેલાનિયા ગર્ભવતી બની હતી. ત્યારબાદ એક અખબારમાં ટ્રમ્પના એક મહિલા સાથે અફેર હોવાના સમાચાર પ્રકાશિત થતાં ખળભળાટ મચી ગયો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, મેલાનિયાની ગેરહાજરીમાં ટ્રમ્પે એક મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ પોર્ન સ્ટાર સાથે ટ્રમ્પના સંબંધોના સમાચાર આવવા લાગ્યા હતાં.

મેલાનીઓ હવે નથી રહેતા સાથે!

તાજેતરના વર્ષોમાં મેલાનિયા જાહેરમાં પણ ટ્રમ્પથી નારાજ દેખાયા છે. એક ઈવેન્ટ દરમિયાન ટ્રમ્પ જ્યારે મેલાનિયાનો હાથ પોતાના હાથમાં લઈ રહ્યા હતા ત્યારે મેલાનિયાએ તેમને ઠપકો આપ્યો હતો. તેમની વિડિયો ક્લિપ મીડિયા ચેનલો પર ભારે ચર્ચાનો વિષય બની હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે, મેલાનિયા ખુલીને ટ્રમ્પ સાથે નથી આવી રહ્યા. ટ્રમ્પ તેમના કેટલાક સહયોગીઓ સાથે જ જાહેરમાં દેખાઈ રહ્યા છે. આમ મુશ્કેલીના સમયમાં ટ્રમ્પ અને મેલાનિયા સાથે ના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.