ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિને આપી ખુલ્લી ધમકી, કહ્યું- ગાંડપણ ના કરો નહીં તો........
abpasmita.in | 17 Oct 2019 12:36 PM (IST)
ટ્રમ્પે પત્રમાં તુર્કીના રાષ્ટપતિ રેચેપ તૈય્યપ એર્દોગનને સીધી ધમકી આપતા અંતમાં લખ્યું કે, 'ગાંડપણ ના કરો, કઠોર ના બનો, હું તમને પછી કૉલ કરુ છું.'
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગને પત્ર લખીને સીરિયામાં હુમલાને લઇને ચેતાવણી આપી દીધી છે. ટ્રમ્પે ખુલ્લા શબ્દોમાં ધમકી આપી છે. ટ્રમ્પે લખ્યું કે, તુર્કીના રાષ્ટ્રપતિ ઇતિહાસમાં શૈતાન તરીકે પોતાનુ નામ નોંધવવાનુ જોખમ લેવા જઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સીરિયામાંથી અમેરિકન આર્મી હટ્યા બાદ તુર્કીના કુર્દિશ બહુમતી વિસ્તાર પર હુમલા કરી દીધો હતો. ટ્રમ્પે તુર્કીને ચેતાવતા કહ્યુ હતુ કે જો હુમલા ચાલુ રહેશે તો તેઓ અંકારાની અર્થવ્યવસ્થા તબાહ કરી દેશે. ટ્રમ્પે 9મી ઓક્ટોબરે આ ધમકીભર્યો પત્ર તુર્કીના રાષ્ટ્રપિતને લખ્યો હતો. ટ્રમ્પે પત્રમાં તુર્કીના રાષ્ટપતિ રેચેપ તૈય્યપ એર્દોગનને સીધી ધમકી આપતા અંતમાં લખ્યું કે, 'ગાંડપણ ના કરો, કઠોર ના બનો, હું તમને પછી કૉલ કરુ છું.'