પ્રીથિ રવિવારે ગુમ થઈ ગઈ હતી. આ પહેલા તેણીએ તેના માતા-પિતાને ફોન કર્યો હતો કે, તેણી ઘરે આવી રહી છે. પ્રીથિ ગુમ થયા બાદ ઓસ્ટ્રેલિયન પોલીસે ડો. રેડ્ડીની કાર અને તેણીની તસવીર સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી જેનાથી તેની ભાળ મેળવી શકાય.
મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યે પોલીસે કિંગ્સફોર્ડ ખાતે એક કાર પાર્ક કરેલી જોઈ હતી. આ કારની તપાસ કરવામાં આવતા તેમાં રહેલી એક સુટકેસમાંથી પ્રીથિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રીથિએ રવિવારે સવારે 11 વાગ્યે તેના પરિવાર સાથે વાતચીત કરી હતી અને પોતાના ઘરે આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે બાદમાં તેણીનો કોઈ પત્તો ન હતો.
32 વર્ષીય પ્રીથિ રેડ્ડીને છેલ્લે રવિવારે જ્યોર્જ સ્ટ્રીટ ખાતે મેકડોનાલ્ડની અંદર જોવામાં મળી હતી. પ્રીથિ રાત્રે સવા બે વાગ્યે મેકડોનાલ્ડ અંદર ફૂડ લઈને કોઈની રાહ જોઈને બેઠી હતી તેવું સ્થાનિક સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.