Most Beautiful Building On Earth: દુબઈમાં આયોજિત ભવ્ય સમારોહમાં 'વિશ્વની સૌથી સુંદર ઇમારત' તરીકે ઓળખાતા 'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈમારતને બનાવવામાં નવ વર્ષ લાગ્યા હતા. આ સાત માળની ઇમારત 77 મીટર ઊંચી છે અને તે 30 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાથી થોડે દૂર સ્થિત છે.




મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર' એ દુબઈમાં બાંધવામાં આવેલા આર્કિટેક્ચરલ નમુનાઓમાં નવીનતમ ઉમેરો છે. એક અખબારી યાદીમાં જણાવાયું છે કે મ્યુઝિયમ માનવતાના ભાવિની રૂપરેખા આપે છે અને માનવ વિકાસ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તકોના નવીન ઉકેલો માટે પ્રેરણા આપે છે. UAEના કેબિનેટ બાબતોના મંત્રી અને દુબઈ ફ્યુચર ફાઉન્ડેશનના પ્રમુખ મોહમ્મદ અલ ગેરગાવીએ મંગળવારે ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે 'મ્યુઝિયમ ઑફ ધ ફ્યુચર' એક જીવંત મ્યુઝિયમ છે.


 






કિલ્લા ડિઝાઈનના આર્કિટેક્ટ સીન કિલ્લા દ્વારા ડિઝાઈન કરાયેલ આ ઈમારત એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર-આસિસ્ટેડ ડિઝાઈનની શ્રેષ્ઠ કૃતિ છે. તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને રોબોટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ 1,024 કલાકૃતિઓ ધરાવે છે. આ ઈમારત લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.