ન્યૂજર્સી: એક મહિલાની હેંડબેગમાં ઈલેક્ટ્રોનિક સિગારેટ બ્લાસ્ટ થતાં તે દાઝી ગઈ છે. આ ઘટના 9/11ની 15મી વરસી પર થતાં આજુબાજુમાં થોડી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અમેરિકાના સમાચાર પત્રના અહેવાલ મુજબ મારા મેકઈર્ની નામની 29 વર્ષીય મહિલા રવિવારે ન્યૂજર્સીમાં સનગ્લાસ હટમાંથી બહાર નીકળતી હતી ત્યારે જ તેની હેંડબેગમાં રહેલી એક ઈલેક્ટ્રોનિક સિગેરટમાં વિસ્ફોટ થયો હતો.

આ ઘટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મેકઈર્ની કાઉંટર પર ઉભી-ઉભી બેગમાં કોઈ વસ્તુ શોધી રહી છે. તે સમયે ઈ-સિગારેટ બ્લાસ્ટ થતાં બેગમાંથી ધુમાડો નીકળ્યો હતો.

આ બ્લાસ્ટથી મેકઈર્ની અને દુકાનદાર મહિલા ગભરાઈ ગયા હતા અને કાઉંટરથી દૂર જતા રહ્યા હતા.

આ પછી મેકઈર્નીએ બેગ ઉઠાવીને જમીન પર ખાલી કરી દીધી હતી.

મેકઈર્નીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે મને લાગ્યુ કે મારી બેગમાં કોઈએ બોમ્બ મૂકી દીધો છે. મારી આખી બેગમાંથી ધુમાડા નીકળતા હતા. અને સ્ટોરમાંથી બધા લોકો બહાર ભાગી ગયા હતા. તેના હાથમાં ઈજા પહોંચી હતી. તેણે કહ્યું હતું કે હવે તે ક્યારેય ઈ-સિગારેટનો ઉપયોગ નહિ કરે.