Earthquake In Chile: આજે સવારે (શુક્રવારે) ચિલીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. એએફપીના સમાચાર અનુસાર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપના આ આંચકા ચિલીના એન્ટોફગાસ્તામાં અનુભવાયા હતા. ભૂકંપ સાન પેડ્રો ડી અટાકામા શહેરથી 41 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ બાદ લોકો ભયભીત થઈ ગયા હતા.


જો કે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપના આંચકા બોલિવિયા, પેરાગ્વે અને આર્જેન્ટીના સુધી અનુભવાયા હતા. અગાઉ 29 જૂને પણ અહીં ભૂકંપ આવ્યો હતો. ત્યારે તેની તીવ્રતા 5.2 હતી.


500 થી વધુ લોકો માર્યા ગયા હતા
એએફપીના જણાવ્યા અનુસાર હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. જાન્યુઆરીમાં પણ ઉત્તર ચિલીના તારાપાકા વિસ્તારમાં 118 કિલોમીટરની ઊંડાઈએ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે કોઈ નુકસાનના સમાચાર નહોતા આવ્યા. ચિલી વિશ્વના સૌથી વધુ ભૂકંપની સંભાવના ધરાવતા દેશોમાંનો એક છે. તે પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જ્યાં પૃથ્વીના ઘણા જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપો થાય છે. 2010 માં, 8.8 તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ સુનામીમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા.


ચિલીમાં ધરતીકંપ આવતા રહે છે



  • 1965 - લા લિગુઆમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 400ના મોત

  • 1971 - વાલપરાઈસો વિસ્તારમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, 90 લોકોના મોત

  • 1985 - વાલ્પરાઈસો કિનારે 7.8 તીવ્રતાનો ભૂકંપ, 177 લોકોના મોત

  • 1998 - ઉત્તરી ચિલીના દરિયાકાંઠે 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

  • 2002 - ચિલી-આર્જેન્ટિના સરહદી પ્રદેશમાં 6.6 તીવ્રતાનો ભૂકંપ.

  • 2003 - મધ્ય ચિલીના દરિયાકાંઠે 6.8 તીવ્રતાનો ભૂકંપ

  • 2004 - મધ્ય ચિલીના બાયો-બાયો નજીક 6.6 તીવ્રતાનો ભૂકંપ

  • 2005 - 7.8 મેગ્નિટ્યુડ તારાપાકા, ઉત્તરી ચિલી, 11 મૃત્યુ

  • 2007 - ઉત્તર ચિલીના એન્ટોફાગાસ્તામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 2ના મોત

  • 2007 - એન્ટોફાગાસ્તામાં 6.7 તીવ્રતા

  • 2008 - તારાપાકામાં 6.3 તીવ્રતાનો ભૂકંપ

  • 2009 - તારાપાકા કિનારે 6.5 તીવ્રતાનો ભૂકંપ


ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો - 



  • ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.

  • મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.

  • ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.

  • ઘરના કોઈ ખૂણામાં જતા રહો.

  • કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.

  • પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.

  • આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.

  • લિફ્ટનો ઉપયોગ કરતા બચો..

  • પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે

  • લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.

  • નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..

  • સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.

  • ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો

  • આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.