Nepal Earthquake News Live Updates: નેપાળમાં મૃત્યુઆંક 132 પહોંચ્યો, હજારો ઘાયલ, સંખ્યાબંધ ઇમારત જમીનદોસ્ત, જાણો વધુ અપડેટ્સ
Earthquake in Nepal live:નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી ઘણું નુકસાન થયું છે. એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Nov 2023 11:58 AM
બ્રેકગ્રાઉન્ડ
Earthquake: નેપાળમાં શુક્રવારે રાત્રે 11.32 કલાકે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર નેપાળમાં ભૂકંપના કારણે લગભગ 69થી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી રૂકુમ પશ્ચિમમાં 36 અને જાજરકોટમાં...More
Earthquake: નેપાળમાં શુક્રવારે રાત્રે 11.32 કલાકે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર નેપાળમાં ભૂકંપના કારણે લગભગ 69થી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી રૂકુમ પશ્ચિમમાં 36 અને જાજરકોટમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. ઈન્ડિયા ટુડે અનુસાર નેપાળમાં આવેલા ભૂકંપમાં 140 લોકો ઘાયલ થયા છે.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ માટે તમામ 3 સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.નેપાળના ભૂકંપના આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને બિહારની રાજધાની પટનામાં પણ અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં કાઠમંડુથી 331 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. ભારતમાં ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.ગયા મહિને પણ દિલ્હી-NCRમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. તો નેપાળમાં 2015માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 12000થી વધુ લોકોના મોત થયા હતા. આમાં લગભગ 5 લાખ ઘરોને નુકસાન થયું હતુંએમપીના અનેક જિલ્લાઓમાં ભૂકંપમધ્યપ્રદેશના ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, સતના અને રીવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યના અગર માલવા અને મોરેના જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ધરતીના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ રાજ્યમાં કોઈ નુકસાનની કોઈ માહિતી નથી. બિહારની ઘરા પણ ધ્રૂજીબિહારમાં પટના, અરાહ, દરભંગા, ગયા, વૈશાલી, ખાગરિયા, સિવાન, બેતિયા, બક્સર, બગાહા, નાલંદા, નવાદા સહિત 11 જિલ્લાઓમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ દરમિયાન લગભગ એક મિનિટ સુધી ધરતી ધ્રૂજતી રહી. આફ્ટરશોક્સ પણ ઘણી વખત અનુભવાયા હતા. સીતામઢી, મધુબની, સુપૌલ અને દરભંગાના કેટલાક વિસ્તારો ઝોન 5માં આવે છે, જે અત્યંત જોખમી છે. રાજધાની પટના સહિત બિહારનો બાકીનો ભાગ ઝોન 4માં આવે છે, જ્યાં ભૂકંપનું જોખમ ઓછું છે.હરિયાણાના ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ભૂકંપ પછીની સ્થિતિની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. આમાં, પંખા અને છતની લાઇટ ધ્રૂજતી જોવા મળે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Nepal Earthquake Live: નેપાળમાં મૃત્યુઆંક વધ્યો, મૃતકોની સંખ્યા વધીને 132 થઈ
નેપાળ પોલીસે કહ્યું છે કે નેપાળમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 132 થઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.